ડભોઇ : ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરોને ઝડપી પાડતી SOG

વડોદરા એસ.ઓ.જી ટીમે જિલ્લા માં મેડિકલ પ્રેક્ટિસ કરતા અને ક્લિનિક ધરાવતા ઈસમો ને ત્યાં તેઓની ડીગ્રી તેમજ તેઓની પ્રેક્ટિસ અંગે સઘન ચેકીંગ ની કાર્યવાહી હાથ ધરેલ છે.જે દરમિયાન ડભોઇ ટાઉન માં ડીગ્રી વગરના (૧) ડો સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખ તથા (૨) ડો શંકર હર્ષિત વિશ્વાસ દવાખાનું ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની ચોક્કસ માહિતીના આધારે મેડિકલ ઓફિસર શ્રી ડભોઇ તથા તેઓની ટિમ ને સાથે રાખી ને ડભોઇ ટાઉન માં હીરાજી ને ટેકરા પાસે તાઈવાગામાં મસાનું દવાખાનું ડો,એસ.એસ સાહેબ લખેલ દુકાન ખાતે ચેકીંગ કરતા એક ઈસમ સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખ સ્ટેટોસ્કોપ લગાવી બેસેલ મળી આવેલ જેને મેડિકલ ઓફિસર સાહેબ એ તેમનું ડીગ્રી તથા મેડિકલ કાઉન્સિલ માં નોંધણી કારવ્યુ હોય તેવું સર્ટીફીકેટ માંગતા તેઓની પાસે કોઈ ડીગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનું સર્ટી નહીં હોવાનું અને પોતાના વતન પોટ્ટીપાડુ તા.ગન્નાવરમ જી ક્રિષ્ના વિજયવાડા આંધ્રપ્રદેશ ખાતે માત્ર ધોરણ 10 સુધી નો અભ્યાસ કરેલ હોવાની માહિતી જણાવેલ હતી.
જેથી ઝડપાયેલા બોગસ ડોક્ટર ના ક્લિનિક માં થી અલગ અલગ દવાઓ તથા સ્ટેટોસ્કોપ મળી કુલ 4760 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બોગસ ડોક્ટર વિરુદ્ધ ડભોઇ પો.સ્ટે ૧૧૯૯/૨૧ ઇ.પી.કો ૩૩૬,૪૧૯,૪૬૫ તથા ભારતીય મેડિકલ કાઉન્સિલ એકટ ૧૯૫૬ ની કલમ ૧૫ તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબ નો ગુનો દાખલ કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત ડભોઇ ટાઉન માં ડભોઇ નગરપાલિકા શોપિંગ સેન્ટર ના બીજા મળે ડો,એસ.વિશ્વાસ ને ત્યાં સદર ટિમ દ્વારા ચેકીંગ કરતા તેઓ પણ ડીગ્રી તેમજ મેડિકલ કાઉન્સિલ ના સર્ટી વગર બોગસ પ્રેકિટસ કરતા જાણવા મળ્યું હતું.
બોગસ ડોકટર શંકર હર્ષિત વિશ્વાસ તેઓના વતન પથોડીયા, તા.નોર્થ દુગાડી જી,પરગણાં વેસ્ટ બંગાલ કલકત્તા ખાતે માત્ર ધોરણ 12 સુધી નો અભ્યાસ કર્યો હોવાની માહિતી જણાવી હતી.તેઓના ક્લિનિક પર થી કુલ ૮૬૫૦ ની દવાઓ તેમજ સ્ટેટોસ્કોપ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરોક્ત પકડાયેલ બોગસ તબીબો માં થી એક છેલ્લા 10 વર્ષ થી તથા બીજા છેલ્લા 15 વર્ષ થી દવાખાનું ચલાવતા હોવાની માહિતી મળી હતી.આમ વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા અસરકારક અને પરિણામ લક્ષી કાર્યવાહી કરી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી દર્દીઓ ના જીવ જોખમ માં મુક્તા બોગસ ડોકટરો ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.