શિક્ષા ટીમ રાણપુર દ્વારા તાલુકામાં કોરોના જાગૃતતા અભિયાન યોજાયું

શિક્ષા ટીમ રાણપુર દ્વારા તાલુકામાં કોરોના જાગૃતતા અભિયાન યોજાયું
આ અભિયાનમાં તાલુકાના 160થી વધુ શિક્ષકો જોડાયા,બીઆર.સી કો.આર.એસ.રાઠોડ દ્વારા કુંડલી,રાજપુરા,બુબાવાવ,જાળીલા, અણીયાળી(કાઠી)સહીતના ગામે SMC ના અધ્યક્ષોની મુલાકાત લેવામાં આવી.
રાજ્યપાલ તેમજ શિક્ષણમંત્રી દ્વારા કોરોના સંદર્ભે એક વીસીનું આયોજન કરવામાં આવેલ.જેમાંથી પ્રેરણા લઈને રાણપુર સમગ્રશિક્ષા ટીમ દ્વારા કોરોના જાગૃતતા અભિયાનની શરુઆત કરવામાં આવેલ.રાણપુર તાલુકા વિકાસ અધિકારીનું માર્ગદર્શન મેળવીને સૌ પ્રથમ એક ગુગલ ફોર્મ આપવામાં આવેલ જે શિક્ષકોને આ અભિયાનમાં જોડાવવુ હોય એમની સહમતી લેવામાં આવેલ.સમગ્રશિક્ષા ટીમ રાણપુર તાલુકા શિક્ષણ વિભાગ,તાલુકા પ્રા.શિ.સંઘ અને તાલુકા શૈ.સંઘની મહેનતથી તાલુકાની દરેક શાળામાંથી કુલ 160 શિક્ષક ભાઈઓ/બહેનો જોડાયા.આ તમામ શિક્ષકો દ્વારા વેકેશન દરમ્યાન પોતાના મોબાઈલ થી પોતાના વર્ગના વાલીનો કોલ તેમજ વિડીયો કોલ થી સંપર્ક કરતાં અને કોરોનાની જે બીજી લહેર આવી તેમાં વધુમાં વધુ કઈ કઈ સાવચેતી રાખવી એની સુચનાઓ આપવામાં આવતી.સી.આર.સીઓ દ્વારા પણ આચાર્યો સાથે વીસીનુ (TEAMS) આયોજન કરીને વધુમાં વધુ માર્ગદર્શન આપતા.ખાસ વારંવાર હાથ ધોવા,કામ વગર ઘરની બહાર ના નીકળવું,માસ્ક પહેરવું,સા.અંતર જાળવવું,બાળકો અને વડિલોની કાળજી વધુ રાખવી,તબિયત નાદુરસ્ત હોય તો નજીકના ડોક્ટર નો સંપર્ક કરવો,રસીકરણ વગેરે.બીઆર.સી કો.આર.એસ.રાઠોડ દ્વારા પણ કુંડલી,રાજપુરા,બુબાવાવ, જાળીલા, અણીયાળી કાઠી વગેરે SMC ના અધ્યક્ષોની મુલાકાત લેવામાં આવી.જેમા સ્થાનિક પરીસ્થીતી માહિતી, આયુર્વેદિક ગળોનુ વિતરણ અને પરીવારનો માળો સલામત અને હુંફાળો વધુમાં વધુ બાળકો જોવે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ..
રિપોર્ટ : વિપુલ લુહાર,રાણપુર