ડભોઇ તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વાર તુવેર ની ખરીદી તેમજ વાવાજોડા થી નુકશાન સંદર્ભે આવેદનપત્ર આપ્યું

*ડભોઇ તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વાર તુવેર ની ખરીદી તેમજ વાવાજોડા થી નુકશાન સંદર્ભે આવેદનપત્ર આપ્યું*
ડભોઇ તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા આજરોજ સરકાર દ્વાર તુવેર ની ખરીદી સમય કરતાં વહેલા બંધ કરી દેતા ડભોઇ તાલુકા સેવાસદન ખાતે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 2020-2021 દરમીયાન ડભોઇ તાલુકા માં સરકાર શ્રી દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવતી હતી જે અનુસંધાને ખેડૂતો નો પાક(તુવેર) ખેતર માંથી આવતા પહેલા જ ડભોઇ તાલુકા માં ખરીદી બંધ કરી દેવામાં આવી છે.જેથી તાલુકા ના મોટા ભાગના ખેડૂતો ને માલ હાલ માં સાચવી ને બેસી રહેવાનો વારો આવ્યો છે.તેમજ ડભોઇ ના વેપારી એસોસિએશન દ્વારા ખરીદી કરવામાં આવતી નથી તેમજ ઓછા ભાવ થી ખરીદી કરવાનું કહેતા ખેડૂતો ને આર્થિક ખૂબ મોટું નુકસાન થાય તેમ છે.જેથી સરકાર ખેડૂતો ની વ્હારે આવે અને ડભોઇ તાલુકા માં તુવેર ખરીદી નું સેન્ટર ફરી ચાલુ કરાવવા વિનંતી કરી હતી.ખેડૂતો ના કહ્યા મુજબ જ્યારે ખેડૂતો નો તુવેર નો પાક ખેતર માં હોય છે ત્યારે તુવેર ખરીદી શરૂ કરવામાં આવે છે અને જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે ખરીદી બંધ કરી દેવામાં આવે છે.ઉપરાંત ડભોઇ તાલુકા માં વાવાજોડા થી થયેલ નુકશાન નું ખેડૂતો ને વળતર મળે તે અંગે આજરોજ ડભોઇ તાલુકા સેવાસદન ખાતે ડભોઇ તાલુકા ભારતીય કિશાન સંઘ ના પ્રમુખ સુરેશભાઈ પટેલ તેમજ તાલુકા પ્રમુખ કલ્પેશ પટેલ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી સમસ્યા નું વહેલી તકે નિરાકરણ લાવવા અરજ કરી હતી
.રિપોર્ટ.: ચિરાગ તમાકુવાલા ડભોઇ