સુરત નાં બારડોલીની મહિલાએ હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી

બારડોલીની મહિલાની તબિયત વધુ બગડતા બ્રેઈનડેડ જાહેર કરી હતી બાદમાં તેના પરિવારના સભ્યોએ તેમની હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે જોકે કોવિડ-19 મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી ડોનેટ લાઈફના માધ્યમથી હૃદય અને ફેફસાં દાન કરાવવાની સૌપ્રથમ ઘટના છે.
પ્રાપ્ત વિગત મુજબ બારડોલીના ટીમ્બરવામા ટેકરા ફળિયામાં રેહતા 46 વર્ષીય કામીનીબેન ભરતભાઈ પટેલ તા.17 મે ના રોજ સવારે પથારીમાંથી ઉભા થવાયું ન હતું. તેથી પરિવારે ડોક્ટરને બોલાવ્યા તેઓએ તેમને તપાસતા તેમનું બ્લડ પ્રેસર ખુબ જ વધી ગયું હોવાનું જણાવ્યું હતું. તેથી તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગત તા.5મીએ ન્યુરોફીજીશીયન, ન્યુરોસર્જન ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ અંગે હોસ્પિટલના ડોક્ટરે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કામીનીબેનના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કામીનીબેનના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
મુંબઈની ખાનગી હોસ્પીટલના ડોક્ટરની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું હતું અને હૈદરાબાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરની ટીમે આવી ફેફસાનું દાન સ્વીકાર્યું હતું અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીસ અને રિસર્ચ સેન્ટર ડોક્ટરની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના સ્વીકાર્યું હતું
સુરતની શેલ્બી હોસ્પિટલથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ હોસ્પીટલમાં મુંબઈની રહેવાસી 46 વર્ષીય મહિલામાં ડૉ.અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા તેમજ 46 વર્ષીય મહિલામાં ડૉ.અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા તેમજ હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલમાં જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી 31 વર્ષીય મહિલામાં ડૉ.સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કોવીડ-19ની મહામારીને કારણે ખરાબ થઇ ગયા હતા અને તેની સારવાર એકમો મશીન ઉપર ચાલી રહી હતી. કોવીડ-19 મહામારીની બીજી લહેર પછી ડોનેટ લાઈફના માધ્યમથી ગુજરાતમાંથી હૃદય અને ફેફસાના દાન કરાવવાની આ સૌપ્રથમ ઘટના છે.
સુરતની પ્રાઇવેટ હોસ્પિટલથી અમદાવાદની અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીસ અને રિસર્ચ સેન્ટરને સુધીનું 264 કિ.મિ રોડ માર્ગનું અંતર 190 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડની અમદાવાદની રહેવાસી 30 વર્ષીય મહિલામાં અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ દ્વારા તથા બીજી કિડની અને લિવરનું અમદાવાદની 27 વર્ષીય મહિલા તેમજ ભાવનગરના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં ડોક્ટરની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 384 કિડની, 158 લિવર, 8 પેન્ક્રીઆસ, 32 હૃદય, 14 ફેફસાં અને 288 ચક્ષુઓ કુલ 882 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 810 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.