અમરેલી: બાબરા નું ગૌરવ નામ એટલે- શ્રી મહર્ષિગૌતમ ઉમીયાશંકર દવે

અમરેલી: બાબરા નું ગૌરવ નામ- શ્રી મહર્ષિગૌતમ ઉમીયાશંકર દવે
જ.તા. (5/10/1994) જ.સ્થ- અમરેલી
પિતા ઉમીયાશંકર દવે (નિવૃત્ત A.S.I)
ધો. 1 થી 7 સુધી તાલુકા શાળા બાબરા થી અભ્યાસ કર્યો. વર્ષ (2001-2007)
નાનાપણ થી જ ગુરૂકુળ પદ્ધતિથી અધ્યયન કર્યું.
ધો. 8 થી 12 સુધી શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા (અમદાવાદ) સંચાલિત મહાવિદ્યાલયમાં શાસ્ત્રોનુ અધ્યયન કર્યું. (2007-2012)
કોલેજ (B.A) તથા એમ.એ (M.A) કાશી હિન્દૂ વિશ્વવિદ્યાલયમાં (B.H.U) નિયમિત રૂપે પાંચ વર્ષ સુધી રહીને “શાંકર વેદાંત” વિષયમાં ગહન અભ્યાસ કર્યો. સાથે સાથે ભણાવવાની પણ સેવા આપી હતી. ગુરુપરંપરાથી સંપૂર્ણ વેદાધ્યયન પણ કર્યું. (2013-2019)
બિ. એડ (B.ED) સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, શ્રુંગેરી (કર્ણાટક) થી પૂર્ણ કર્યુ. વર્ષ (2019-2021)
પીએચ.ડી (PH.D) કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, તિરુપતિ (આંધ્રપ્રદેશ) ખાતેથી સમ્પન્ન થશે.
“શૈક્ષણિક ભારત યાત્રા” નો પણ એક સુઅવસર મળ્યો.
એ અન્તરાલમા હંમેશા મનમા એક જ વિચાર કે સમસ્ત ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો દુર્લભ અવસર જે મને મળ્યો છે. તે માટે હું સદૈવ મારી માતૃભૂમિ નો ઋણી રહીશ.
*હાલ*- “સંસ્કૃતભાષા” જનભાષા બને એ માટે નિઃશુલ્ક સંસ્કૃત સંભાષણ વર્ગો અખંડિત રૂપે ચલવવા માટે સેવારત છીએ.
લક્ષ્ય-ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ.
જીવનનો પ્રત્યક્ષ અનુભવ
આપણે પોતાના સંતાનને પ્રાઈવેટ સંસ્થામા ભણાવીશું. તો જ તે મોટો વ્યક્તિ બની શકે. આ વાત તદ્દન ખોટી છે. અને જેનો અનુભવ મે બાળપણ થી અત્યાર સુધી સરકારી વિદ્યાલયોમાં ભણીને કર્યો છે. માનવ જીવનમાં સ્થાનનું અધિક મહત્વ નથી હોતું. પણ એક સારા વ્યક્તિત્વનું મહત્વ હોય છે જે પરિશ્રમથી સંભવ છે. માનવ દેહ અતિ દુર્લભ છે. માટે તેનો સદુપયોગ કરો. જેમ કે સિંહ જંગલનો રાજા છે. આપણે જાણીએ છીએ છતાં પણ તેના પાસે સ્વયં ભોજન (શિકાર) આવતુ નથી. તેને પણ શ્રમ કરવો પડતો હોય તો આપણે તો મનુષ્ય છીએ.
सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम्।
अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्॥
ભાવાર્થ- ભગવાન સદાશિવથી આરંભીને ચાર પીઠોના વર્તમાન આચાર્ય સુધી. જેમાં મધ્યસ્થ આદિ શંકરાચાર્યજી છે. એવી પ્રાચીન તથા અખંડિત ગુરુ પરંપરાને અમારા કોટિશ: પ્રણામ છે.
રિપોર્ટ : ગોરધન દાફડા બાબરા