ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિરમાં ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લૂ મૂકવામાં આવશે

ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિરમાં ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લૂ મૂકવામાં આવશે
ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર દાદાનું મંદિર લાંબા સમય ના વિરામ બાદ ૧૧મી જૂન શુક્રવારના રોજથી મંદિર ભક્તજનો માટે ખૂલ્લૂ મૂકવામાં આવશે.જેનો લાભ દર્શનાર્થીઓ લઈ શકશે.તેમજ સરકાર દ્વારા જાહેર કરેલી કોવિડ -૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવે છે કે મંદિરમાં દર્શનનો સમય સવારના ૭:૦૦ થી સાંજના ૬:૩૦ કલાક સુધી રાખેલ છે. દર્શનાર્થીઓ ભગવાનના દર્શનનો લાભ લઇ શકશે,મંદિરમાં કોઈ પણ પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં દેવામાં આવશે નહીં નિજમંદિરમાં પ્રવેશ બંધ રહેશે, દર્શનાર્થીઓ ફક્ત સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શનનો લાભ લઇ શકશે, દર્શનાર્થીઓએ હેન્ડ વોશ અને સેનેટાઈઝર તેમજ માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે અને મંદિર ના આંગણ માં બેસવાનું રહેશે નહીં તેમજ ધર્મશાળા અને અન્નક્ષેત્ર હાલ પૂરતું બંધ છે જે આગામી સુચના આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે અને હાલમાં પણ ભક્તજનો માટે ઓનલાઇન દર્શનની સુવિધા ચાલુ રહેશે.
રીપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ