ખંડણી માંગનાર અમરેલીનો ‘બાપ’ પકડાયો

અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી.વાઈરલ ઓડિય ક્લિપમાં બેફામ વાણીવિલાસ કર્યોછત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો.
છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી. છત્રપાલ વાળા અમરેલી પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર પેટ્રોલપંપના માલિકને ફોન કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવનારો છત્રપાલ વાળા પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ : વિનોદ મેઘાણી (સુરત)