ભારત વિકાસ પરિષદ, ગાંધીનગર શાખા દ્વારા પોશીના ખાતે રાશન સામગ્રીની કીટનું વિતરણ

ભારત વિકાસ પરિષદ અનેક સેવા અને સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજાન કરતી સેવાભાવી સંસ્થા છે. તા 6-6- 2021 ના રોજ ભારત વિકાસ પરિષદ, ગાંધીનગર શાખા દ્વારા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની વિધવા બહેનોને અને જરૂરિયાત મંદ લોકોને રાશન સામગ્રીની 100 કીટનું વિતરણ કર્યું સાથે મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામચંદ્રની પ્રતિકૃતિનુ વિતરણ કરીને સૌને સવાર સાંજ ભગવાન રામ ભાગવાની પૂજા કરવાની સમજણ આપી. આ પ્રસંગે ગાંધીનગર શાખાના પ્રમુખ પ્રો .નરેન્દ્રભાઈ પટેલ, મંત્રી પ્રો.પરેશભાઈ શાહ, પૂર્વપ્રમુખ મુકેશભાઈ રાવલ, ઉપપ્રમુખ ભરતભાઈ સોમણી, ઉપપ્રમુખ દિપક્ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં શાખાના વિભાગીય મંત્રી નિકેશભાઈ સંખેસરા, પોશીના શાખાના પ્રમુખ રૂમાલભાઈ, મંત્રી રોબિનભાઈ સોની ,મહિલા સંયોજક શ્રીમતિ સોનલબૅન સોલંકી, તથા તાલુકા કાર્યવાહક આર.એસ.એસ શ્રી વેલજીભાઈ ખેર, વનવાસી કલ્યાણ પરિષદ અધ્યક્ષ ઇશ્વરભાઇ સોલંકી, ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રો. રોહિતભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા.