ડભોઇ ના ઐતિહાસિક તળાવો ની સાફસફાઈ તેમજ બ્યુટીફીકેશન ક્યારે થશે

ડભોઇ ના ઐતિહાસિક તળાવો ની સાફસફાઈ તેમજ બ્યુટીફીકેશન ક્યારે થશે
Spread the love

*ડભોઇ ના ઐતિહાસિક તળાવો ની સાફસફાઈ તેમજ બ્યુટીફીકેશન ક્યારે થશે*
ડભોઇ નગર માં આવેલ મુખ્ય તળાવો પહેલા ના સમય આ ડભોઇ ની ભૌગોલિક પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવ્યા છે.ડભોઇ માં વરસાદી પાણી નો નિકાલ તેમજ ડભોઇ નગર માં પાણી ની કમી ના થાય તે ધ્યેય થી વર્ષો પૂર્વે ડભોઇ માં આ તળાવો બનાવવા માં આવ્યા છે નું જાણકારો મુજબ જાણવા મળ્યું છે.પરંતુ ડભોઇ ના આ ઐતિહાસિક તળાવો ને હાલ ડભોઇ નગરપાલિકા ગામ નો કચરો ઠાલવવા માં ઉપયોગ કરી રહ્યા છે.જે ખૂબ ચિંતા જનક બાબત કહેવાય.આ તળાવો માં ડભોઇ ની મધ્ય માં આવેલ તળાવ,હીરાભાગોળ ની બાજુ માં આવેલ તળાવ,નાંદોદી ભાગોળ બહાર આવેલ સિતળાઈ તળાવ દયારામ સ્કૂલ ની સામે ના તળાવ આ તમામ તળાવો માં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ત્યાં નું પાણી પીવા નું તો દૂર ની વાત વાપરવા ને લાયક પણ નથી રહ્યું.ડભોઇ નગરપાલિકા ની નિષ્કાળજી થીં આ તમામ તળાવો ની હાલત નર્કાગાર જેવી થઈ જવા પામી છે.ડભોઇ ની મધ્ય માં આવેલ તળાવ તેમજ હીરા ભાગોળ ની બહાર આવેલ તળાવ બ્યુટીફીકેશન ના નામે નગરપાલિકા તેમજ મોટા ગજા ના નેતાઓ દ્વારા ફક્ત રાજકારણ જ કરવામાં આવ્યું છે.તળાવો માં જંગલી વેલો ફાટી નીકળી છે ઉપરાંત તળાવો ની ઉપર લીલ જામી જતા માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હોવાથી નગરજનો ના સ્વાસ્થ્ય ને જોખમ રૂપ સાબિત થઈ રહ્યું છે.વર્ષો થી મંજુર થયેલ બ્યુટીફીકેશન ના કામો ક્યારે પૂર્ણ થશે નું પ્રજા પૂછી રહી છે.તળાવ બ્યુટીફીકેશન ના નામે શાકમાર્કેટ ને મોતીબાગ ખાતે ખસેડી આજે વર્ષો વીતવા છતાં કોઈ કામ ચાલુ થાય તેવી સંભાવનાઓ દેખાતી નથી.હાલ નગરપાલિકા ગેરકાયદેસર દબાણ તોડવા નું કામ પુરજોશ માં ચાલુ કરેલ છે પરંતુ ડભોઇ નગરપાલિકા દ્વારા તલાવપુરા ખાતે ઐતિહાસિક તળાવ પર બાંધવામાં આવેલ ગેરકાયદે દીવાલ કે જ્યાં વરસાદી પાણી નો નિકાલ થતો હતો તે ક્યારે તોડસે ની બૂમો ઉઠવા પામી છે.આમ આ ઐતિહાસિક ધરોહર પર થતા દબાણ તેમજ તળાવો ની સ્વચ્છતા થાય તે ખૂબ જરૂરી થઈ ગયું છે.શુ આવનારા દિવસો માં નગરપાલિકા નું નવું બોર્ડ આ તરફ ધ્યાન આપસે કે પછી જે રીતે ચાલતું આવ્યું છે તે ચાલ્યા કરશે તે તો આવનાર સમય જ બતાવશે.

 

રિપોર્ટ :-ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210610-WA0007-1.jpg IMG-20210610-WA0010-0.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!