ન્યાય માટે લડતા વકીલો બેરોજગાર બન્યા

ન્યાય માટે લડતા વકીલો બેરોજગાર બન્યા
૬૦૦થી વધુ વકીલોએ સનત જમા કરાવીને બીજા ધંધે વળી ગયા છે
યુવા ગુજરાત હાયકોર્ટના ધારાશાસ્ત્રી ગોવિંદ મેઘાણીએ જણાવ્યું કે કોરોનાના કારણે કોર્ટ બંધ રહેતા વકીલોની આર્થિક હાલત અત્યંત કફોડી થઇ છે વકીલોનો સામાજિક મોભો હોય છે જેના કારણે તેઓ કોઈની જોડે હાથ લાંબો કરી શકતા નથી તેમજ અન્ય ધંધામાં જોડાઇ શકતા નથી માટે સરકાર પાસે બાર એસોસિએશનએ વકીલો માટે રાહત પેકેજની માંગ પણ કરી પણ છે.
અમદાવાદ: ૧૫-મહિથીથી કોર્ટો બંધ રહેતા કોરોના મહામારીના કારણે ઘણા બધા ધંધા રોજગારને મોટો ફટકો પડ્યો છે જેમાં વકીલાતના વ્યવસાયને પણ છેલ્લા ૧૫ મહિનાથી માર પડયો છે ફિઝિકલી કોર્ટ બંધ હોવાથી રાજ્યના હજારો ધારાશાસ્ત્રીની આવક પર ફટકો પડયો છે
જેને કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે વર્ષ ૨૦૨૦માં ૪૭૭ અને આ વર્ષે-2021 પણ અંદાજે ૧૧૦થી વધુ વકીલોએ અન્ય જગ્યાએ નોકરી ધંધા શરૂ કરી દીધા હોવાથી બાર કાઉન્સિલમાં પોતાની સનત જમા કરાવી દીધી છે ટ્રાયલ કોર્ટના વકીલો આર્થિક રીતે નાજુક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું યુવા ગુજરાત હાયકોર્ટના ધારાશાસ્ત્રી ગોવિંદ મેઘાણીએ જણાવ્યું કે કોરોનાના કારણે કોર્ટ બંધ હોવાથી વકીલોની આર્થિક હાલત અત્યંત કફોડી ગઇ છે
વકીલોનો સામાજિક મોભો હોય છે. જેના કારણે તેઓ કોઈની જોડે હાથ લાંબો કરી શકતા નથી તેમજ અન્ય ધંધામાં જોડાઇ શકતા નથી બાર એસોસિએશનના મેમ્બર જણાવે છે કે બાર કાઉન્સિલએ છેલ્લા પાંચ મહિનામાં સંક્રમિત થયેલા ૨૨૬૬ વકીલોને ત્રણ કરોડ માંદગી સહાય પેટે ચૂકવ્યા હતા
ઉપરાંત વર્ષ ૨૦૨૧માં મૃત્યુ પામેલા ૨૦૮ વકીલના વારસદારોને પાંચ કરોડ ચૂકવ્યા હતા જ્યારે ૨૦૨૦માં ૩૨૮ મૃતક વકીલોના વારસદારોને નવ કરોડ ચૂકવ્યા હતા જોકે બાર એસોસિએશન પાસે પણ હવે ફંડ રહ્યું નથી તેમણે વધુમાં જણાવ્યું કે નીચલી અદાલતોમાં પ્રેકટીસ કરતા ૯૦થી૯૫ ટકા વકીલોની આર્થિક આવક પર ફટકો પડયો છે
માટે વકીલો ભીસમાં મુકાયા છે સરકાર પાસે બાર એસોસિએશનએ વકીલો માટે રાહત પેકેજની માંગ કરી છે વકીલોની આર્થિક આવક પર મરણતોલ ફટકો પડયો છે જેના કારણે ઘણા બધા વકીલોએ કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય વ્યવસાય તરફ જવાની ફરજ પડી છે.
બાર એસોસિએશનના મેમ્બર જણાવે છે કે બાર કાઉન્સિલએ છેલ્લા પાંચ મહિનામાં સંક્રમિત થયેલા ૨૨૬૬ વકીલોને ત્રણ કરોડ માંદગી સહાય પેટે ચૂકવ્યા હતા ઉપરાંત વર્ષ ૨૦૨૧માં મૃત્યુ પામેલા ૨૦૮ વકીલના વારસદારોને પાંચ કરોડ ચૂકવ્યા હતા જ્યારે ૨૦૨૦માં ૩૨૮ મૃતક વકીલોના વારસદારોને નવ કરોડ ચૂકવ્યા હતા.
રિપોર્ટ: વિનોદ મેઘાણી-સુરત