હળવદમા એક સપ્તાહમાં 140 લોકો ઓ ફુડ પોઈઝિંગનો ભોગ બન્યા

- હળવદમા એક સપ્તાહમાં ૧૪૦ લોકો ઓ ફુડ પોઈઝિંગનો ભોગ બન્યા
- રાયધ્રા ગામમા કેરીનો રસ પીવાથી 50 લોકોને ફુડ પોઈઝિંગ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ
હળવદ તાલુકાના જુદાં જુદાં ગામોમા ફુડ પોઈઝિંગની બનાવો સામે આવ્યા જેમાં સુંદરી ભવાની શ્રીમંત પ્રસંગ, રાયધ્રા ગામમાં પુત્રવધુના વાયણા અને ધાગંધ્રા તાલુકાના એંજારમા બે જુદા જુદા પ્રસંગે હળવદમાથી કેરીનો રસ પિરસાયો હતો અને ત્યારબાદ અને મહેમાનોની હાલત ખરાબ થઈ અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે રાયધ્રા ગામના હજુ પણ કેટલાક લોકો મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ રીતે ભેળસેળ યુક્ત કેરીનો રસ વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા ની માંગ કરી હતી. મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના સુંદરી ભવાનીમા મેરાભાઈ પઢીયારના ઘરે શ્રીમંત પ્રસંગે ૫૦ જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઈ હતી અને હળવદથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસ સુધી ગામની મુલાકાત લીધી હતી અને બિમાર વ્યક્તિને સારવાર ઉપલબ્ધ કરાવી હતી.
ત્યારબાદ ધાગધ્રા તાલુકાના એંજારમા પણ બે જુદા જુદા પ્રસંગોમાં ૪૦ જેટલા લોકોએ રણમલપુર અને હળવદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તાલુકાના છેવાડાના ગામ રાયધ્રા ખાતે પણ પુત્રવધુના વાયણા પ્રસંગે ૫૦ લોકોને ફુડ પોઈઝિંગની અસર થઈ છે અને હાલમાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડોક્ટર ભાવિન ભાઈ ભટ્ટી ને પૂછતા જણાવ્યું હતું કે રાયધ્રા ગામ 50 લોકો ને કેરીનો રસ પીવાથી ફુડ પોઈઝીગ થતાં દવા અને સારવાર આપી હતી આ તમામની તબિયત સુધારા પર છે અમુક દર્દીઓને મોરબી સારવાર માટે લઇ ગયા છે તેની પણ તબિયત સુધારા પર છે તેમ જણાવ્યું હતું.
રીપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)