પાટીદાર નેતાઓ ડાળે બેસીને તેને જ કાપવાની ધૃષ્ટતા ક્યાં સુધી કરતાં રહેશે…!

નરેશ પટેલ પાટીદાર નેતા બનવા માટે જાતિવાદી કાર્ડ અનેકવાર ઉતરી ચૂક્યા છે. તેમણે ઉંઝામાં કહેલું કે પટાવાળાથી ચીફ સેક્રેટરી સુધી બધા પાટીદાર હોવો જોઈએ. હવે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તો અમારો જ..!!? ગુજરાતમાં હાર્દિક, નરેશ પટેલ જેવા અલ્પમતિ પાટીદાર નેતાઓ પોતે જે ડાળ પર બેઠાં છે તેના પર કુહાડા મારી રહ્યાં છે.એટલે કે પાટીદારોનું ભલું થાય કે ના થાય પરંતુ પોતે એ સિદ્ધ કરવા માગે છે હું જ પાટીદારનો ખરો આગેવાન છું. પરંતુ તેની ધૃષ્ટતા પાટીદાર સમાજને હાંસિયામાં ધકેલી રહી છે. ગુજરાતના રાજકારણમાં કે વહીવટી તંત્રમાં પટેલોનો હિસ્સેદારી કેટલી..?
સમય બદલાઈ ગયો છે હવે આવી કટ્ટરવાદી વિચારસરણી તમને સમાજથી કોરાણે કરી દે છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ કોઈ કટ્ટરવાદીઓ હોય તો મુસલમાનો પછી પટેલોને મૂકવા પડે..! અત્યાર સુધી આવી કટ્ટરવાદી સોચ માત્ર મૂર્ખ અને ઓછું ભણેલાં એવા લોકોમાં હતી. પરંતુ ખોડલધામના ઓઠાં હેઠળ ભેગા થઈને નરેશભાઈ પટેલ નરેશ બનવા માંગે છે. તેમાં તેને ખબર નથી કે એમ કરવાથી સમગ્ર સમાજ પટેલ વિરોધી પોતાનું સ્ટેન્ડ લઈ લેતો હોય છે..!
ગુજરાતના રાજકારણની વાત કરો તો 2002માં મોદીની વિરુદ્ધમાં પટેલોએ કામ કરેલું છતાં પણ મોદી જીતીને આવ્યા.સને 2007 માં પણ પટેલો ભાજપ વિરુદ્ધમાં વસંતભાઈ ગજેરાના નેતૃત્વમાં સરદાર પટેલ સમિતિની રચના કરેલી અને તેમણે કોંગ્રેસ પાસેથી 22 બેઠકો મેળવેલી પરંતુ તેમાંથી 21 બેઠકો ઉપર કોંગ્રેસની હાર થયેલી. 2012માં પણ કેશુભાઈ ના નેતૃત્વમાં પરિવર્તન પક્ષ આવ્યો તેમણે પણ 2 બેઠક જીતીને કારમી હાર ભોગવવી પડેલી. ભૂતકાળમાં ચીમનભાઈ પટેલે આજ થિયરીથી કિમલોપ નામનો પક્ષ બનાવેલો પરંતુ તેનું હળનુ ઠુંઠું માત્ર 6 બેઠકો મેળવીને અટકી ગયેલું.
કોંગ્રેસને 2017માં હાર સહન કરવાનો વારો આવ્યો તેમાં હાર્દિકનો ફાળો ખૂબ મહત્વનો છે કારણકે ગુજરાતના લોકો જ્ઞાતિવાદી પરિબળોને ક્યારેય સ્વીકારતા નથી હાર્દિકની સામે વિરોધ વંટોળ ઉભો થયો અને કોંગ્રેસ જીતેલી બાજી હાર્દિકના કારણે હારી ગયો. કોંગ્રેસે ભૂતકાળમાં આવી અનેક ભૂલો કરેલી છે જેથી પટેલોના મત લેવા જતા ઓ.બી.સી,એસ.સી એસ.ટી અને ક્ષત્રિય મતો તેમની વિરુદ્ધમાં એકજુટ થઇને પડતાં રહ્યાં છે. તેનો ફાયદો હંમેશાં ભાજપને થતો રહ્યોં છે.
નરેશ પટેલના નિવેદનથી ફરી એક વખત એ સાબિત થયું કે પટેલો પોતાની રાજકીય ઇચ્છાશક્તિને પાર પાડવા ગમે તે હદ સુધી જઈ શકે છે.તેથી હવે ભાજપને તેનાથી વધુ લાભ મળશે તેમ અત્યારે લાગી રહ્યું છે.કારણકે નરેશ પટેલના ‘આપ ‘ ના વખાણ કરીને પોતે તેમાં પગપેસારો કરીને વધુ સીટો મેળવી આપનું નેતૃત્વ હડપવા માગે છે.તેથી અન્ય સમાજના લોકો આપ થી વિરુદ્ધમાં જઈ શકે છે. કોંગ્રેસ પાસે હાર્દિક નામની એસેટ છે અને તે કેસેટ ઘસાયેલી છે તેથી કોંગ્રેસ તરફ પણ પટેલ વિરોધી મતો જઈ શકે તેમ નથી. પછી પટેલ વિરોધી મતો પાસે માત્ર ને માત્ર ભાજપ એક જ વિકલ્પ પર બચે છે. તેથી તેનો સીધો લાભ તેને મળી શકે .
પાટીદારોના ગુજરાતમાં માત્ર 18ટકા મતો છે અને તે ગુજરાતની માત્ર 20-22 સીટ પર પ્રભાવ ધરાવે છે બાકીની 160 બેઠકો પર તેમનો કોઈ પ્રભાવ નથી. તેથી આવા નિવેદનો તેમને લાભકર્તા કરતાં નુકસાનકારક વધુ સાબિત થાય છે.કોળી સમાજ પાસે 29 ટકા મતો છે અને તેમ છતાં તેઓ ખુલીને આ પ્રકારના નિવેદનોથી બચે છે. નરેશ પટેલના નિવેદનની સામે અલ્પેશનું નિવેદન પણ આવ્યું તે બતાવે છે ગુજરાતમાં વિકાસની વાત કરતા જ્ઞાતિની વાત વધુ અસર કર્તા સાબિત થતી રહી છે.
ચીમનલાલ પટેલ, આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ જેવા પાટીદાર આગેવાનો કોઈને કોઈ નિષ્ફળતાઓના કારણે મુખ્યમંત્રી પદેથી ખસી જવા માટે લાચાર થયાં હતાં. તેથી હવે પાટીદારોએ માત્ર ને માત્ર મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનું સપનું જ જોવું પડશે. નિતીન પટેલ માત્ર રૂપાણીની પડખે દોડવા માટે સાચવવામાં આવે છે. ભવિષ્ય તેને કટ ટુ સાઇઝ કરવામાં આવે તો નવાઈ પામતા નહીં..? ભાજપ આવા નિવેદનિયા દબાણની સામે હવે જુકે તેમ નથી. એવું ભૂતકાળમાં ચૂંટણી પરિણામો બતાવી આપ્યું છે. તેથી પાટીદાર આગેવાનોએ હવે પાછલી હરોળમાં બેસીને જે મળે તેમાં રાજી થવાનો વખત છે. 2022 ની ચૂંટણી હજુ ખાસ્સા સમય પછી યોજાવાની છે ત્યારે આ પ્રકારના નિવેદનો સમાજકારણને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી પાટીદાર સમાજે પણ એકજૂટ થઇ આવા નિવેદનિયા નેતાઓને પાછાં વાળવાનો વખત આવી ગયો છે…!!??
- સત્યવત ચાણક્ય