ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ ન આવતા રહેવાસીઓ આપના શરણે…

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ ન આવતા રહેવાસીઓ આપના શરણે…
Spread the love
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અવારનવાર ઉદભવતા સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગરમાં ઠેરઠેર સ્થાનિક કચેરીઓ બનાવવામાં આવેલ છે તેમ છતાં વાસ્તુ નિર્માણ સોસાયટી સેક્ટર 22 ગાંધીનગર ખાતે રહેતા સ્થાનિકોને ગટર સમસ્યાઓ નું કાયમી ધોરણે સમાધાન ન મળતા તેઓ દ્વારા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર શ્રી નિકુંજ મેવાડાવાળા વોર્ડ નંબર 5 નો સંપર્ક કરવામાં આવેલ ત્યારે શ્રી નિકુંજભાઈ તેમજ ગાંધીનગર મહામંત્રી વિનોદભાઈ પટેલ દ્વારા તેમની ટીમ સાથે સદર સમસ્યાનું સમાધાન લાવવા રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ હતી જેમાં સ્થાનિક મેન્ટેનન્સ ટીમ દ્વારા ઔપચારિક સમાધાન કરી આપવામાં આવતું હતું પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવામાં ના આવતા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પાટનગર યોજના ભવન ખાતે સદર બાબતનું ધ્યાન દોરતા આવેદનપત્ર આપવામાં આવ્યું.
છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી દ્વારા આ રીતના સ્થાનિક પ્રશ્નો ના ઉકેલ લાવવા માટે થઈ અવારનવાર સરકારની સંલગ્ન કચેરીઓના આવેદનો નો દોર ચાલી રહ્યો છે ત્યારે સંલગ્ન ઓથોરિટી દ્વારા પણ તેમના દ્વારા મળતા આવેદનપત્રો ને સ્વીકારી સત્વરે નિકાલ લાવવા માટે થઈ કામગીરી હાથ ધરવામાં આવે છે. જો આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવતા આવેદનપત્રો થી સમસ્યાઓના સમાધાન આવી શકતા હોય ત્યાં સત્તા પર બેઠેલા કોર્પોરેટરો તેમજ વિપક્ષ આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘરે બેઠા રહી જાય તો નવાઈ નહીં.
Admin

Admin

9909969099
Right Click Disabled!