લાયન્સ કલબ ઓફ શાહીબાગ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓકસીજન મશીન ફાળવ્યા

કોરોના ની એપ્રિલ-મે મહિનામાં આવેલી બીજી લહેર માં બહુ બધું નુકસાન દેશ અને ગુજરાતમાં નાગરિકોને થયું છે ઘણાએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને ડોક્ટર હજુ પણ ત્રીજી લહેરની આશંકા સેવી રહ્યા છે એવા સમયે લાયન્સ ક્લબ ઓફ શાહીબાગ ના સભ્ય શ્રી હેમાંગભાઈ અને તેમના માતુશ્રી જ્યોત્સનાબેન તરફથી 10 લિટર ના પાંચ ઓક્સિજન મશીન ભારતીય બનાવટના અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ની સારવાર માટે આપ્યા હતા અને આ પ્રસંગે લાયન્સ ક્લબ શાહીબાગના પ્રમુખ શ્રી સંજય પટેલ અને લાયન્સ ક્લબ ઓફ સંવેદના ના પ્રમુખ શ્રીમતી પારુલ ઓઝા હાજર રહ્યા હતા.