ગીરગઢડામાં શની, રવીવારની રજા પછી ત્રીજા દિવસે બેન્ક ખુલતાં લોકો સહાયના પૈસા ઉપાડવા ઉમટી પડ્યા

ગીરગઢડા તાલુકામાં “તાઉ તે” વાવાઝોડું આવવાથી થયેલ નુકશાનની સહાઈ અરજદારો પીડિતોના ખાતામાં જમા થવાથી શનિ, રવિવાર ની રજા બાદ ત્રીજા દિવસે બેન્ક ખુલતાં આજ સોમવારના સવારથી લોકો પૈસા ઉપાડવા માટે ઉમટી પડ્યા. વહેલી સવારથી જ મોટી લાઈન જોવા મળી, ધોમધખતા તડકાંમાં લોકોને મોટી હેરાનગતિ પણ થઇ રહી છે. આજુ બાજુના ગામડાના લોકો વહેલી સવારથી ભૂખ્યા, તરસ્યા લાઈનમાં ઉભા જોવા મળે છે. તંત્ર દ્વારા બેસવાં માટે બાંકડા અને પાણી જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઢીલી ગતીએ ગામ ચાલવાથી લોકો માં રોષ જોવા મળ્યો હતો.
રિપોર્ટ : હર્ષદ બાંભણીયા (ઉના)