હળવદ આમ આદમી પાર્ટી દ્વારા પ્રિમોન્સુન કામગીરી મામલે આવેદનપત્ર આપ્યું

હળવદ આમ આદમી પાર્ટી દ્વારા પ્રિમોન્સુન કામગીરી મામલે આવેદનપત્ર આપ્યું
Spread the love

આમ આદમી પાર્ટી સક્રિય બની છે સત્તાધારી પક્ષ અને યોગ્ય કામ કરવા અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પાઠવવામાં આવે છે ત્યારે આજે હળવદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રિમોન્સુન કામગીરી ઝડપથી કરી હળવદ વાસીઓને ચોમાસામાં પાણી ભરાય છે તેથી પરેશાની ભોગવવી પડે છે તેમાંથી તાત્કાલિક નિવારણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારી 2022 ચૂંટણીને લઈને ગુજરાતમાં ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પક્ષ દ્વારા જિલ્લા મા અને તાલુકામાં સક્રિય થયો છે લોકોના પ્રશ્નોને તંત્ર સુધી પહોચાડે છે ત્યારે થોડા દિવસો પહેલાં જ હળવદ દશામા ના મંદિર થી ધાંગધ્રા તરફ જતા રોડ પર ખાડા બુરો અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના દ્વારા હળવદ શહેર ના વિવિધ વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓ તેમજ વરસાદી પાણી ભરાય ત્યારે ચોમાસામાં હળવદના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ વરસાદી પાણીના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો હોય છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાન ને કામગીરી ઝડપી કરે તે મામલે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, યુવા તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા ,યુવા શહેર પ્રમુખ હિમાંશુ ભાઈરાવલ, યુવા તાલુકા મંત્રી રાજેશ ભાઈરબારી , છગનભાઈ પટેલ.હિતેશભાઈ મકવાણા સહિતના કાર્યકરો એા જોડાયા હતા.

રિપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)

IMG-20210616-WA0148.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!