ડભોઇના ભીમપુરા ગામે કેનાલમાં ડૂબી જતાં પૌત્ર અને દાદાનું મોત

ડભોઇના ભીમપુરા ગામે કેનાલમાં ડૂબી જતાં પૌત્ર અને દાદાનું મોત
Spread the love

ડભોઇ તાલુકા ના ભીમપુર ગામ માં રહેતા અને ખેતી કરતા હરેશભાઇ જયદેવભાઈ પાટણવાડિયા આજરોજ તેઓના દાદા ત્રિભોવનભાઈ પાટણવાડિયા સાથે પોતાના ખેતર માં દવા છાટવા માટે ગયા હતા. દવાની અંદર પાણી મિક્ષ કરવું હોવાથી પૌત્ર હરેશભાઈ ખેતર નજીક આવેલ કરણેટ ભીમપુર પાણીની મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યાં પાણી લેવા ગયા હતા જ્યાં કેનાલ માં થી પાણી લેતી વખતે પગ લપસ્તા હરેશભાઈ કેનાલના ઊંડા પાણીમાં પડી જતા ડૂબવા લાગ્યા હતા, પૌત્રના કેનાલમાં પડી જતા જોઈ તેને બચાવવા દાદાએ પણ કેનાલ ઝંપલાવતા તેઓ પણ ડૂબવા લાગ્યા હતા.

જેથી આસપાસ હાજર લોકોએ બૂમાં બૂમ કરતા નજીક માં ગામલોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ દાદા અને પૌત્રને કેનાલમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા ડભોઇ રેફરલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં હાજર તબીબો એ બન્નેને મૃત જાહેર કર્યા હતા.પૌત્ર અને દાદાના મૃત્યુના સમાચારથી પરિવાર તેમજ ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી છવાયી જવા પામી હતી. ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે બન્ને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ કરી કાયદેસરની કાર્યવાહી બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.

રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)

PicsArt_06-19-02.37.40-1.jpg IMG-20210619-WA0020-0.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!