મેઘાનું આગમન : સંજેલીમાં વિધિવત રીતે મેઘરાજાની પધરામણી થઈ

- સંજેલીમાં વરસાદ પડતાની સાથે વીજળી ડુલ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે
મેઘાનું આગમન: સંજેલીમાં છેલ્લા કેટલાક સમયથી ગરમી-બાફ-ઉકળાટથી પ્રજા તોબા પુકારી ઉઠી હતી વાદળો હાથતાળી આપીને જતા રહેતા હતા ત્યારે શનિવારના રોજ સંજેલીમાં સવારના અરસાથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું 12 વાગ્યાની આસપાસ અચાનક મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું સંજેલીમાં મેઘરાજાની પધરામણી વરસાદમાં પડતા નગરમાં ઠંડક ભર્યો માહોલ પસરી જવા પામ્યો હતો.
નગરજનોએ ગરમીથી રાહત અનુભવી હતી વરસાદ ખાબકતા પ્રથમ વરસાદમાં ન્હાવા માટે બાળકો ઉમટી પડયા હતા ઝરમર વરસાદમાં મોજ મસ્તી કરી હતી સંજેલીમાં બાફ-ઉકળાટ વચ્ચે મેઘાનું આગમન થયું હતું સિઝનનો પ્રથમ વરસાદ ખાબકતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું
તસ્વીર : ફરહાન પટેલ (સંજેલી)