રાણપુર શહેર તેમજ તાલુકામાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

- રાણપુર શહેરમાં સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે તેમજ નાગનેશ,સુંદરીયાણા,બુબાવાવ ગામે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
21 મી જુન વિશ્વ યોગ દિવસ : ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વ યોગ દિવસ જાહેર કરાયો છે તે અનુલક્ષી ને બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપ તેમજ રાણપુર તાલુકા ગ્રામ્ય ભાજપ સંગઠન દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં રાણપુર શહેરમાં સી.એસ.ગદાણી હાઈસ્કૂલ ખાતે સવારે 7 કલાકે સરકાર ની કોરોના ગાઇડલાઇનનુ પાલન કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમા ભાજપ જિલ્લા ઉપપ્રમુખ કનકબેન સાપરા, જિલ્લા મંત્રી હરેશભાઇ જાંબુકીયા, રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઇ પંડયા, રાણપુર શહેર ભાજપ મહામંત્રી સંજીવભાઈ ગદાણી, હરીભાઇ સભાડ રાણપુર જિલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા, હીરાભાઇ ખાણીયા, જયશ્રીબેન પાટડીયા, મનસુખભાઇ મેર સહીત શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાણપુર તાલુકા ગ્રામ્ય ભાજપ સંગઠનના પ્રમુખ ધીરૂભાઈ ઘાઘરેટીયા, ભરતસિંહ ડોડિયા મહામંત્રી રાણપુર તાલુકા ભાજપ, ગૌતમભાઇ ધાધલ મહામંત્રી રાણપુર તાલુકા ભાજપના માર્ગદર્શન મુજબ રાણપુર તાલુકાના નાગનેશ, સુંદરીયાણા, બુબાવાવ ગામે ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિપુલ લુહાર (રાણપુર)