જામનગર મ્યુ.કમિશનરનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત વિજયકુમાર ખરાડી

જામનગર મ્યુ.કમિશનરનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત વિજયકુમાર ખરાડી
Spread the love

જામનગર મહાનગરપલિકાના કમિશનર સતીશ પટેલની બદલી બાદ સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલીઓનો તાજેતરમાં થયેલ ઓર્ડરમાં જામનગર કમિશનર તરીકે વિજયકુમાર ખરાડીની નિમણુક થઈ છે આજે તેવોએ ચાર્જ સંભાળી લીધો છે વિજયકુમાર ખરાડી સામે જામનગર શહેરના કેટલાય પ્રશ્ન પડકાર છે જેમ કે શહેરની સૌથી મોટી પાર્કિંગ સમસ્યા, સફાઇ, આડેધડ થઈ રહેલા બાંધકામો, ટીપી સ્કીમોની અન્ય શહેરોની તુલનાએ જામનગર નું પાછળ ચાલવું તો મનપામાં કેટલાક અધિકારીઓની આંતરિક લડાઈ અને શહેરના વિકાસને બદલે સ્વ વિકાસની ભાવના શહેરના વિકાસને ક્યાંક ને ક્યાંક મોટી અસર પહોંચાડી રહ્યા છે.

ત્યારે શાસક પક્ષ સાથે તાલમેલ મિલાવી નવનિયુક્ત કમિશનરે જામનગર શહેર ની સાથોસાથ મનપાની કેટલીક બ્રાંચોમાં લાગેલ ભ્રષ્ટાચારના લુણા ને પણ દૂર કરવામાં કેટલા સફળ રહેશે તે આવનાર સમય બતાવશે, કારણ કે જામનગર શહેર રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ ક્યાંક પાછળ પડતું હોય તેવી પ્રતીતિ ખાસ તો બહારથી આવતા લોકો કરે છે ત્યારે શહેરને નવા આયામો પર. પહોચાડવા માટે આવેલ નવનિયુક્ત કમિશનર વિજય ખરાડી તે દિશામાં સફળ રહે તેવી શુભકામના ઓ સાથે બેસ્ટ ઓફ લક..

રિપોર્ટ : કપિલ મેઠવાણી
લોકાર્પણ દૈનિક, જામનગર

IMG-20210624-WA0041.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!