હળવદ તાલુકાના સુખપર ગામે રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટક્યા સોનાની ચાંદીના દાગીની ચાેરી

હળવદ તાલુકાના સુખપર ગામે રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટક્યા સોનાની ચાંદીના દાગીની ચાેરી
હળવદ શહેરમાં બે દિવસ પહેલા મોબાઇલની દુકાનમાં તસ્કરોએ નિશાન બનાવી હતી ત્યારે બુધવારે રાત્રે હળવદ તાલુકાના સુખપર ગામે રહેણાંક મકાનમાં મકાન માલિક સુતા હતા ત્યારે લોખંડની બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના ૬ તોલા દાગીના ચોરી કરીને નાસી છૂટયા હતા ત્યારે મકાનમાલિકે હળવદ પોલીસ સ્ટેશન,એ દોડીને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી
હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો દિવસે દિવસે વધતા જાય છે દુકાન અને રેહણાક મકાન ને નિશાન બનાવી ને ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા જ હળવદ મેઈન બજાર માં મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી તેની હજુ સાહી સુકાઈ નથી ત્યારે હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા બનેસીગભાઈ નરસિંહભાઈ અઘારાના મકાનમાં મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડીને મકાનના રૂમમાં પ્રવેશ કરીને કબાટ તોડી ને કબાટમાં રાખેલ સોનો ચાંદીના દાગીના ની ચોરી કરીને નાસી છૂટયા હતા જેમાં મકાનમાલિક જણાવ્યા પ્રમાણે બનાવી આ અંગે મકાન માલિક બનેશીગભાઈ અઘારા જણાવ્યા પ્રમાણે મારા મકાનમાં સોનાનો હાર. કાનની બુટ્ટી. વીંટીઓ ઓમ હાર મળીને ૬ તોલો સોનું અને ૨૫૦ ગ્રામ સહિત ચાંદીના દાગીનાની ચોરી કરીને કોઈ અજાણ્યા શખ્સોઓ નાસી છૂટયા હતા અને તે બાબતે મે હળવદ પોલીસ સ્ટેશન ફરિયાદ અરજી આપેલ છે તેમ જણાવ્યું હતું
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ