રાજકોટ ની કલેક્ટર કચેરી ખાતે જન સેવા કેન્દ્રમાં એક દાખલા માટે કલાકો સુધી લાઈનમાં તડકે ઉભા રહેતા લોકો.

રાજકોટ શહેર જીલ્લામાં પણ પૂર્વ કલેકટર રેમ્યા મોહને અંગત રસ લઈને અનેક સુવિધાથી સજ્જ જન સુવિધા કેન્દ્રનું લાખોના ખર્ચે નિર્માણ કરાવ્યું હતું. પણ હવે આ જન સેવા કેન્દ્ર જન દુવિધા કેન્દ્ર બની ગયું છે. હાલ શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું હોય વાલીઓને આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રીમીલેયર સર્ટી, ડોમિસાઈલની જરૂર પડે છે. જેથી મામલતદાર કચેરીઓમાં વાલીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જો કે જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લાના તમામ વિસ્તારોના દાખલાની કામગીરી થતી હોય. ત્યાં પણ અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને કારણે જન સુવિધા કેન્દ્રની બહાર લાઈનો લાગી હતી. માત્ર એક દાખલા માટે અરજદારોને ભરતડકામાં ઉભું રહેવાની ફરજ પડી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.