દાંતા તાલુકામાં 3 લોકો હનીટ્રેપનો ભોગ બન્યા, કોન્ટ્રાકટરનો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠા જિલ્લામાં વિવિઘ તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં અતિ પછાત લોકો વસવાટ કરી રહ્યા છે આ તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તરીકે ઓળખાય છે ત્યારે આ તાલુકામાં મારબલ અને કવોરી નો બિઝનેસ ચાલી રહ્યો છે, કોરોના કાળમાં સૌથી વધુ કોઇ એક્ટિવ રહ્યું હોય તો તે છે આંતર રાજ્યની અને રાજ્યની ચીટર તોડબાજ ગેંગ જે સોશીયલ મિડીયા પર લોકોને ફસાવવા માટે સારી સ્વરૂપવાન છોકરી નો ફોટો મોકલી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે અને ત્યારબાદ વિવિઘ લોકો સાથે નંબર માંગી વોટસઅપ વીડિયો કોલિંગ કે મેસેન્જર વીડિયો કોલીંગ કરી છોકરી અથવા મહિલા કપડાં કાઢે છે અને સામે જે વ્યક્તિને કોલ લગાવવામાં આવ્યો હોય તેનો વીડિયો રેકો્ડિંગ કરી નાણા માંગવામાં આવે છે અને જો તે વ્યકિત નાણા ન આપે તો તેનો વીડિયો વાઈરલ કરવામાં આવે છે આવોજ એક બનાવ દાંતા તાલુકાના મોટા કોન્ટ્રાકટર નો વીડિયો વાઇરલ થતા તે પણ હની ટ્રેપ નો ભોગ બન્યા હતા.
દાંતા તાલુકાના લોકો અને ગુજરાતના તમામ લોકો હવે ડિજિટલ યુગ તરફ જઈ રહ્યા છે ત્યારે લોકો પણ સ્માર્ટ ફોન રાખતા થઈ ગયા છે, એક રીતે જોઇએ તો સ્માર્ટ ફોન ઉપયોગ માટે ઘણો સારો છે પણ તેના બીજા ઉપયોગ થી કયારેક ફસાવી જવાય છે, આમ કોરોના કાળમાં સોશીયલ મિડીયા દ્વારા રીકવેસ્ટ મોકલીને સારી સ્વરૂપવાન મહિલા કે યુવતી વીડિયો કોલ કરીને લોકો સામે ન્યૂડ થઈ જાય છે અને જેને કૉલ લગાવવામાં આવે છે તેનો વિડિઓ રેકોર્ડ કરાય છે અને આ આખી ગેંગ દ્વારા જે તે વ્યક્તિને વિડિઓ મોકલવામાં આવે છે અને રૂપીયા ની મોટી માંગણી કરવામાં આવે છે, મોટાભાગના લોકો ઈજ્જત બચાવવા માટે રૂપીયા આપી દે છે અને પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે અને કેટલાંક લોકો ઈજ્જત ના કારણે આવી ગેંગ સામે સમાધાન કરી લેતા હોય છે. દાંતા તાલુકામાં પણ કેટલાક લોકો હની ટ્રેપ નો ભોગ બન્યા છે પણ પોલીસ ફરીયાદ ન થતા આવી ગેંગો વાળા ને ફાવતું મળી જાય છે, દાંતા તાલુકામા ભેમાળ ખાતે આવેલા સાગર કવોરી વર્કસ નો માલિક પણ હનીટ્રેપ નો ભોગ બન્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
શુ છે વિડિઓ મા
વાઈરલ થયેલો વિડિઓ મા સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વિડિઓ કોન્ટ્રાકટરના ઘર ના રૂમ નો છે અને આ વિડિઓ 1 મિનિટ 47 સેકન્ડ નો છે, જેમાં રજાક પોતે પલંગ પર સૂતો છે અને સામે મહિલા ન્યૂડ થઈ ને ગંદી હરકત કરતી જૉવા મળી રહી છે અને આ જોઈને રજાક થોડી વારમાં પલંગ પરથી ઉભા થઈને પોતાનાં પેટ નીચે પહેરેલી આખી નાઈટી ઉતારી દે છે અને તે પણ છેલ્લે ગંદી હરકત કરી રહ્યો છે, ઘરના રુમમા ઉપર પંખો ચાલી રહ્યો છે,રજાક પોતે સફેદ કલરની બનીયાન પહેરેલી છે અને આ ગેંગ દ્વારા તેની પાસે રૂપીયા માંગવામાં આવ્યાં હતા અને તે પોતે ન આપતા આ વિડિઓ વાઇરલ થયો હતો.
દાંતા તાલુકાના 3 લોકો નો વીડિયો વાઈરલ, બીજા કેટલાય લોકો ભોગ બન્યાં ?
સુત્રો થી મળતી માહિતી પ્રમાણે અંબાજી દાંતા સહીત દાંતા તાલુકાના અનેક લોકો આ ટોળકી નો ભોગ બન્યા હોવાની માહીતી સામે આવી છે, જેમા સૌ પ્રથમ અંબાજી મંદિર ખાતે જીઆઇએસએફએસ ની નોકરી કરતા 2 સિંહ રાશી વાળા ગાર્ડ ના વિડિઓ સોશીયલ મિડીયા પર વાઈરલ થયા હતા પણ અંબાજી મંદિર તરફથી આવા ગાર્ડ ની કેમ બદલી કરવામાં આવી નથી જે બાબત વિવાદિત બની છે આ સિવાય દાંતા તાલુકામાં કોઇ આરકે ના નામથી જાણીતા ભાઈનો પણ વિડિઓ વાઈરલ થયો હતો. દાંતા તાલુકામાં એક મીડિયા સાથે જોડાયેલા ભાઈ પણ આ હનીટ્રેપ નો ભોગ બન્યા હોવાની ચર્ચા હાલતો જોરશોર થી ચાલી રહી છે.
અમિત પટેલ (અંબાજી)