પશુ ડોકટરની લાપરવાહીના કારણે ગભૅપાત થયો
બનાવની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં રહેતા પશુપાલક શૈલેષસિહ હિંમતસિંહ ઝાલા તેઓ એ ભેંસ ની દવા કરાવવા માટે 1962 ઉપર કોલકરી ને જાણ કરેલ ત્યારબાદ પશુ દવાખાનું આવેલ તેમાં ડોક્ટર તરીકે ફરજ નિભાવતા પટેલ ધુવકુમાર અનિલભાઈ એ ભેંસ ની દવા કરેલ ભેંસ ઘાભણ હોવા છતાં ઘાભણ નથી તેવી દવા કરેલ જેથી ભેંસ ની તબિયત ખરાબ થતાં બીજા ડોક્ટર બોલાવતા તે ડોક્ટર એ ભેંસ ગાભણ હોવાનું જણાવેલ આ વાતની જાણ ફરી 1962 ડાયલ કરી તો ડોક્ટર આવી ને કહ્યું કે હું હજુ નવો છું મારે નોકરી ના 7માસ થયા છે એટલે મને ખબર ના પડી તો શું વગર ટ્રેનિંગ એ પશુ ડોકટર ની ભરતી કરવામાં આવે છે ? કમનસીબે ભેંસ ની જાન ન ગઈ જો કઈ બનાવ બન્યો હોત તો તેનું શું ?
રીપોર્ટ : નરેન્દ્ર સિંહ ઝાલા (તલોદ)