વડિયાના સુન્ની મુસ્લિમ સમાજના કોમ્યુનિટી હોલનુ લોકાર્પણ કરતા વિપક્ષી નેતા ધાનાણી

- વિપક્ષી નેતા ની ચાર લાખ ની ગ્રાન્ટ થી બન્યો છે આ કોમ્યુનિટી હોલ
વડિયા : અમરેલી જિલ્લાના છેવાડાના ગામ એવા વડિયા જે અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. તેમાં વસવાટ કરતા સુન્ની મુસ્લિમ સમાજના લોકો દ્વવારા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને વડિયા કબ્રસ્તાનમાં લોકોની સુવિધાઓ માટે એક હોલ બનાવવા અનુદાનની માંગણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વવારા તે બાબતે ત્રણ લાખ અને એક લાખ ટોયલેટ માટે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા હતા.
કોમ્યુનિટી હોલ તૈયાર તેનું લોકાર્પણ વિપક્ષી નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વવારા કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વડિયા મુસ્લિમ સમાજના લતીફભાઈ બાલપરીયા, જુનેદ ડોડીયા, જાવેદ બાલપરીયા, જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા, તાલુકા પંચાયતના સદસ્ય હકાભાઈ ભરવાડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, દિલીપભાઈ શીંગાળા, અશોક હિરાણી, અતુલ પડાયા સહીતના આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.