ઉપલેટા રોડ રસ્તા બિસ્માર હાલતમાં : સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે…!

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ આજે પણ મોટા ભાગના શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયા છે. ખાસ કરીને ઉપલેટા તાલુકાના ગ્રામ્યવિસ્તારમાં આજે પણ મોટા ભાગના ગામોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ઉપલેટા તાલુકાના મેરવદર, ઢાંક,રાજપરા,ચારેલીયા,ગધેથડ સહિતનાવિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે.
બિસ્માર રોડને લઈને ગ્રામજનોએ આખે કાળી પટી બાંધી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે ચોમાસા દરમિયાન રોડ રસ્તાઓ ધોવાઈ જવાની ખાડા પડવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે, ત્યારે બિસ્માર રોડ રસ્તાને લઈને વિરોધ કર્યા હતો. ગ્રામજનોએ રસ્તાઓ બનાવવા માટે ઉચ્ચ કક્ષા સુધી અનેકવાર રજૂઆત કરવા છતા પણ એક પણ રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના ગામોમાં આજે પણ સ્થાનિક ગ્રામજનોઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)