દાહોદ જિલ્લા સેવા સદન પરિસરમાં પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું

દાહોદ જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આજે જિલ્લા સેવા સદનના પરિસરમાં અન્ય મહાનુભાવો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ વેળાએ તેમણે જણાવ્યું કે, ચોમાસું હવે શરૂ થવામાં છે ત્યારે નાગરિકો જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી જિલ્લાને વધુને વધુ હરીયાળો બનાવે. આ પ્રસંગે રાજય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા સહિતના મહાનુભાવોએ પણ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, નાયબ વનસંરક્ષક શ્રી આર.એમ. પરમાર સહિતના અધિકારીઓ પણ જિલ્લા સેવા સદન પરિસરમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોના જતન માટેનો સંદેશો આપ્યો હતો.
રિપોર્ટ : ફરહાન પટેલ (સંજેલી)