અંબાજીમા રાધાકૃષ્ણ મંદીર ખાતે રથયાત્રાની પરીક્રમા અને આરતી કરવામાં આવી

અંબાજીમા રાધાકૃષ્ણ મંદીર ખાતે રથયાત્રાની પરીક્રમા અને આરતી કરવામાં આવી
Spread the love

અંબાજી ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ છે આ ધામ ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું છે આ ધામ અરાવલી ના પહાડો મા આવેલું માં અંબા નું પ્રાચીન તીર્થ છે, આ ધામ મા માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે આ સિવાય અન્ય ભગવાન ના મંદિરો પણ આવેલા છે ત્યારે આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા અંબાજી મંદિર પાછળ આવેલા માનસરોવર મા જઈ વિધિ વિધાન થી અષાઢી બીજ ની પુજા કરવામાં આવી હતી ,આ વિધી પ્રાચીન પરંપરા થી ચાલી આવી રહી છે, અષાઢી બીજ થી અંબાજી મંદિર નો સમય બદલાય છે અને હવે આરતી દિવસ મા બે વાર થશે.

આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર પાછળ આવેલા રાધા કૃષ્ણ મંદિરથી રથયાત્રા કોરોનાના કારણે નીકાળવામા આવી હતી નહી અને અંબાજીના ગુલઝારી પુરા ખાતે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતીના સભ્યો સહીત પ્રમુખ પણ હાજર રહ્યા હતા. અંબાજીના અમુક ભક્તો પણ રાધાકૃષ્ણ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા .રથયાત્રા રાધા કૃષ્ણ મંદિર ની માત્ર પરીક્રમા કરી રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.આજે વરસાદી માહોલ વચ્ચે અંબાજીના લોકો ભગવાન નાં દર્શન કરવા આવ્યા હતા.2020 અને 2021 મા પણ કોરોના ને પગલે રથયાત્રા નિકળી હતી નહિ. અંબાજી ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ નાં પ્રમૂખ અને સભ્યો હાજર રહ્યા હતા.

અમિત પટેલ (અંબાજી)

IMG-20210712-WA0065-2.jpg IMG-20210712-WA0066-0.jpg IMG-20210712-WA0064-1.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!