જામનગર શહેરને પાણી પૂરું પાડતાં સસોઇમાં પોણા ત્રણ અને રણજીતસાગરમાં અડધો ફૂટ પાણી આવ્યું

જામનગર શહેરને પાણી પૂરું પાડતાં સસોઇમાં પોણા ત્રણ અને રણજીતસાગરમાં અડધો ફૂટ પાણી આવ્યું
Spread the love

જિલ્લાના અન્ય જળાશયોમાં અડધાથી દસ ફૂટ સુધી નવા પાણીની આવક

જામનગર જિલ્લામાં બે દિવસથી વરસી રહેલાં હળવા ભારે વરસાદને કારણે જામનગર શહેરને પાણી પુરૂં પાડતાં સસોઇ તેમજ રણજીતસાગર સહિત જિલ્લા કુલ 12 જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. સસોઇમાં પોણા ત્રણ ફુટ, જયારે રણજીતસાગરમાં અડધો ફૂટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં આવેલાં કુલ રપ જળાશયો પૈકી 10 જળાશયોમાં અડધાથી દસ ફુટ જેટલાં પાણીની આવક થઇ છે. જામનગર સિંચાઇ વિભાગના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ફુલઝરકોટડા બાવીસી જળાશયમાં સૌથી વધુ 10.24 ફુટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત ફુલઝર-1માં 5.35 ફુટ, ફુલઝર-2માં 6 ફુટ, રૂપારેલ 5.41 ફુટ, રંગમતિ 3.54 ફુટ, વોડીસાંગ 3.12 ફુટ, બાલંભડી 3.51, રૂપાવટી અને કંકાવટીમાં પોણો ફુટ નવા પાણીની આવક થવા પામી છે. જળાશયોમાં પ્રથમ વખત નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)

Ranjitsagar-Dam-1.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!