ધનસુરામાં ગૌરી વ્રત ની શરૂઆત થતા બાળકીઓ દ્વારા પૂજા કરાઇ હતી

ગૌરીવ્રત નું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે ધનસુરામાં ગૌરી વ્રતનો પ્રારંભ થતા બાળકીઓ દ્વારા જવારા પૂજા કરાઇ હતી અષાઢ મહિના મા અગિયારસથી પાંચ દિવસ શ્રી ગૌરી વ્રતની પૂજા થશે જેમાં અવિવાહિત યુવતીઓ સારા પતિ ની કામના માટે વ્રત કરે છે ગૌરી વ્રતમાં પાર્વતી અને શિવજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે ધનસુરા માં ગૌરી વ્રત કરતી બાલિકાઓ નું કુમકુમ અક્ષત થી પૂજન કરવામાં આવ્યું હતું અને ચીકી અને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું