ડભોઇ નગર સિનિયર સિટીઝન પરિવાર દ્વારા સભાસદોનો જન્મોત્સવ યોજાયો

ડભોઇ નગર સિનિયર સિટીઝન પરિવાર દ્વારા સભાસદોનો જન્મોત્સવ યોજાયો
ડભોઇ નગરમાં સીનીયર સીટીઝન પરિવાર દ્વારા બ્રાહ્મણની વાડી ખાતે જન્મોત્સવ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૧૨૫ જેટલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા કેટલાય વર્ષોથી ડભોઇ નગરમાં સીનીયર સીટીઝન પરિવાર કામ કરી રહ્યું છે અને તે ઉમદા હેતુથી કામ કરી રહ્યું છે કોરોનાવાયરસની મહામારીમાં પણ આ પરિવારે જરૂરીયાત મંદોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું આમ સમય અંતરે જરૂરિયાત મંદોને તેઓની જરૂરિયાતો પણ પૂરી પાડી તેમાં સહયોગી બને છે.
આ સિનિયર સિટીઝન પરિવાર દ્વારા દર બે મહિને તેઓના સભ્યોનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે આ વખતે છ મહિના બાદ આ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. સંતોષભાઈ દેવકર (ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ આચાર્ય), ઠાકોરભાઈ પટેલ (ડભોઇ તાલુકા પેન્શન મંડળ) તેમજ વર્ષ દરમિયાન જે દાતાઓ એ આ સિનિયર સિટીઝન પરિવાર ને દાન આપ્યું છે એવા ૧૫ જેટલા દાતાઓને ડભોઇ નગર સિનિયર સિટીઝન પરિવાર ના હોદ્દેદારો દ્વારા તેઓને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ હાજર સભાસદોને ગિફ્ટ નું વિતરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ બાદ સ્વરૂચી ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ