યોગી મહિલા કેન્દ્ર દ્વારા બાળકોમાં કોરોના નું સંક્રમણ ફેલાય નહીં તે માટે જાગૃતિ અભિયાન શિબિર યોજાઈ

યોગી મહિલા કેન્દ્ર દ્વારા બાળકોમાં કોરોના નું સંક્રમણ ફેલાય નહીં તે માટે જાગૃતિ અભિયાન શિબિર યોજાઈ
Spread the love

” યોગી મહિલા કેન્દ્ર દ્વારા બાળકોમાં કોરોના નું સંક્રમણ ફેલાય નહીં તે માટે જાગૃતિ અભિયાન શિબિર યોજાઈ”

યોગી મહિલા કેન્દ્ર દ્વારા બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તે માટે ડભોઇ પટેલ વાડી ખાતે શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોને કોરોનાના સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે માટે માહિતગાર કર્યા હતા.
પ.પૂ હરિપ્રસાદ સ્વામીની પ્રેરણા અને આશીર્વાદથી ‘યોગી મહિલા કેન્દ્ર ‘ના અધ્યક્ષ પ.પૂ સર્વેશ્વર બહેન ના માર્ગદર્શન હેઠળ ડભોઇ વિસ્તારના પ્રાદેશિક અસ્મિતાબેન તથા સમત્વબેનના સાનિધ્યમાં બાળકોને કોરોનાના સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે માટે ડભોઇ નગર અને તાલુકાના બાળકો તેમજ તેના માતા- પિતાઓને એકત્રિત કરી તેમને માહિતગાર કરાયા હતા. યોગી મહિલા કેન્દ્ર નું એક સૂત્ર છે કે “જન સેવા એ પ્રભુ સેવા”એ સૂત્ર ને આધીન થઈ આ યોગી મહિલા કેન્દ્ર આદિવાસી વિસ્તારોમાં તેમજ અંતરિયાળ વિસ્તારોમાં જઈને લોકોને ધર્મના વિચારો ની આપ લે કરે છે અને લોકોને ધાર્મિકતા તરફ વાળવાના પ્રયાસો કરે છે તેમજ સમાજને લગતી પ્રવૃત્તિઓમાં પણ તેઓ નિપુણતા પૂર્વક કામગીરી કરે છે.
હાલમાં સરકાર શ્રી દ્વારા શાળાઓ શરૂ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવશે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે બાળકોની ચિંતા માટે આવી પરિસ્થિતિમાં બાળકો કઈ રીતે કાળજી લઇ શકશે. તે માટે ‘યોગી મહિલા કેન્દ્ર’ ના માધ્યમ થી તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા .સરકારશ્રીની એસ .ઓ .પી ની ગાઈડલાઈન મુજબ બાળકે અવશ્ય માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી માંથી પસાર થઇ રહ્યો છે ત્યારે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી એ પણ આ મહામારી માંથી બચવા માટે પ્રભુને પ્રાર્થના કરી દેશવાસીઓને આ મહામારી માંથી ઝડપભેર બહાર કાઢે તેવી પ્રાર્થના કરી છે.

 

રીપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210722-WA0021.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!