જીવન ઉન્નતિ માટે અગત્યની સમય, સંજોગ અને સમજણની ત્રિપુટી

Spread the love

માનવ જીવન વિકાસ માટે અનેક ઘટકો ની જરૂરતો હોય છે  આપણે જાણતા, અજાણતા  કે વધુ સારા દિવસો,અવસરો.તક મળે  એમ ભ્રમ કહો કે બેદરકારી  કહો કે આશાવાદમાં વર્તમાને ઓળખાવા થાપ ખાઈ જઈએ છે. સમય,સંજોગ અને સમજણ છે સમય ની ઝડપ અને તેની તેજીલી ગતિ વિશે વ્યક્તિ વિચારતો નથી હજુ સમય આવ્યો નથી.સારો સમય આવે હું જરૂર કામ કરીશ, અને વર્તમાન સમય વિચારતા  વિચારતા જ હાથ માંથી વર્તમાન સરકી જાય છે.- સમય ને પકડવો  પડે,પ્રવૃતિમય કરવો પડે પ્રતિકૂળ સંજોગો આવતા નથી હોતા પણ સમય ને ઓળખી,સંજોગોને પરિતુલ બનવવાની અનુકુલતા શોધવી પડે છે,સંઘર્ષની બાથ ભીડવી પડે અને સારા નરસા ,વિપરીત સંજોગો એ તો અસ્થાઈ છે,તેથી પુરુષાર્થ ,પરિશ્રમ થી જ ભાગ્ય ને પલટાવી શકાય -સફળતાનો સૂર્ય ઉગવાનો જ છે એવી સમજ એટલે શ્રદ્ધાળુ સમજ.

સાદી  ભાષામાં કહું તો વર્તમાન જ સમય છે,સંજોગો એ પરિસ્થિતિ છે અને સમજણ તે તમારી નિર્ણય શક્તિ છે.  સમય,,સંજોગ અને સમજણ જ્યારે ભેગા થાય છે ,ત્યારે બુદ્ધિ સતેજ બની લીધેલા કાર્યને પૂરેપૂરી સફળતા આપવાનો માર્ગ ઘડે છે ,વિશ્વાસ અને પુરુષાર્થ ચરણને ચાલવાની શક્તિ આપે છે ચિત્તની સ્થિરતા વિચારોને વેગવાન બનાવી છે। હૈયામાં હામ હાથોમાં કૌવત પૂરું પાડે છે ,તેથી સમય ને ઓળખો.  વખત વહેતા વાયુ જેવો છે વખત એ જ સમયનો મિત્ર છે ,એક વખત એક વેળાએ અનેક લોભામણી તકો ઉભી કરે છે તેથી કોઈ એકને જ  પકડવાની છે. તકને પકડવા – ઝડપી લેવા  સમયે ઓળખો.,નિરાશાના સૂર તો અમાસ ની કાળાશ છે ,આશાના સૂર એ તો ઉગતા પ્રભાત ના રંગોની લાલિમા છે ,પૂનમની ચાંદની જેવા તેજસ્વી છે ,સમયને ઉમંગ ,આશા અને ઉત્સાહથી ભરી દો.

ઉમદા કરતા રહો ,પરિણામની ગણતરી જ ન કરો,સંજોગ તમારી હિંમત જગાડનારા પડકાર (ચેલેન્જ )સર્જે છે ,સંજોગો હંમેશા સવળા જ હોય એવું નથી। વિપરીત સંજોગોમાં પ્રમાણ જીંદગીમાં વધુ છે અને તેનો મુકાબલો હિંમતથી “ઈશ્વરની મરજી “ગણીને સ્વેચ્છાએ કરવાનો છે .સંજોગોને આધીન ન બનો..પરંતુ  સંજોગોમાંથી નવઘડતર ,નવસર્જન કરવા બીજાથી કંઈક અલાયદું કરવાનો વિચાર કરો અને ધૈર્યથી તેનો અમલ થાય તેવા પગલાં લો ,વિપરીત સંજોગોમાં પણ દૃઢ શક્તિ બળ ,મનોબળ  ટકાવી રાખો ,કારણ તમારો વિજય થવાનો જ છે ,પછડાટો પછી તોફાનો શાંત થાય તે કુદરતનો ક્રમ છે ,ઉજ્જવલ સંજોગોની ક્ષણો આવશે જ  આ ઘટના ચક્ર ઈશ્વરે ઘડી રાખ્યું છે ,આપણે તો તેનાં પર ભરોસો રાખવાનો છે.

સમજણ અનુભવ મળ્યા બાદ આવે છે,સમજણ એક એવી જડીબુટ્ટી જે છે માનવીમાં ચૈતન્ય જગાડે છે ,સમજણ વ્યક્તિ સમાન દ્રષ્ટિ થી જોતાં  શીખવે છે ,બીજાં કામો કરવાની બુદ્ધિ  જગાડે છે ,સમજણ વ્યક્તિ માં  વ્યક્તિ સાથે સુમેળ કામો કરવાની ભાવના જગાડે છે ,તમારામાં બીજાને સન્માન આપવાની ઈચ્છા જાગૃત કરે તેનું નામ સમજણ. આયોજન કુશળતા  સમજણથી વધુ પાકટ ,પરિપકવ  બને છે ,ઉગ્ર ગુસ્સામાં  થતાં વિસંવાદ ક્ષણોમાં  સમજણ મહત્ત્વનો ભાગ ભજવે છે ,સમજણ શાંતિમાં ખીલેલું કમળ છે ,સમજણ દુશ્મનને મિત્ર બનાવે છે ,કડવાશ મધુરતામાં ફેરવે છે ,જ્ઞાન સર્જકતા દ્વારા પ્રતિભાને પ્રકાશવંત બનાવવાનું તે મોટામાં મોટું ઘટક છે, જીવન,વ્યવહાર,વ્યાપાર અને કાર્યક્ષેત્રમાં આ ત્રણેય ઘટકોને સમજીને અપનાવો,,તો વિચારોની  સાચી જાગૃતિ અને યોગ્ય દોરવણી સાથે કરેલી તમારી કાર્ય  પદ્ધતિમાં હિમત ,વિશ્વાસ અને દ્રઢતા સાથે નવું જોમ આપમેળે ભળી જશે.

ધીરજવાન પાસે વિજય સામે ચાલીને આવે છે,એવાં  દાખલા જગતમાંથી  અનેક મળે અને ઇતિહાસ બની ચમકતા રહ્યા છે , વિજય તમારો જ છે ,કારણ તમારી પાસે લક્ષ્ય છે ,સમજ ,હિમત અને જોમ ,ઝનૂન છે ,આત્મબળ છે ,આત્મવિશ્વાસ છે ,તમે હારવા સર્જાયેલા જ નથી ,નવો વિક્રમ બનાવવા  તમે જન્મ્યા છો ,નિત્ય સવારે સૂર્યોદય  નવી આશા લઈને આવશે ,ઉમીદ ,અને ખુશી સાથે ચૈતન્ય સભર સ્ફૂર્તિ જગાડો ,પ્રાર્થના કરો ,સફળતા તમારા ચરણો ચૂમશે ,સમય ,સંજોગ અને સમજણના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી નિત્ય નવી તાજગી પામો…..

જિતેન્દ્ર પાઢ (અમેરિકા)

Admin

Admin

9909969099
Right Click Disabled!