દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદે સતત ભીસમાં આવી રહેલી કેન્દ્ર સરકાર

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદે સતત ભીસમાં આવી રહેલી કેન્દ્ર સરકાર
Spread the love

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદે સતત ભીસમાં આવી રહેલી કેન્દ્ર સરકાર હવે કાયમી રીતે આ ભાવમાં મોટો ભાવવધારો ટાળવાનો વિકલ્પ ચકાસી રહી છે અને હવે ખુદ વડાપ્રધાન કાર્યાલયે પેટ્રોલ-ડીઝલ તથા ગેસને જીએસટીમાં ભેળવવાનો વિકાસ ચકાસવા તથા દેશભરમાં એક સમાન વેરા દર લાગુ કર્યા બાદ રાજયોને કેટલું નાણાકીય નુકશાન થાય અને કેન્દ્ર તે કઈ રીતે ભરપાઈ કરી શકે તે અંગે પણ એક ફોર્મ્યુલા તૈયાર કરવા પેટ્રોલીયમ તથા નાણામંત્રાલયને જણાવ્યું છે.

25 દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસમાં કેન્દ્રની એકસાઈઝ ડયુટી સેસ લાગે છે. રાજય દ્વારા તેની વેટ વસુલાય છે પણ રાજયોમાં વેટના દરોમાં તફાવત છે જેથી ઈંધણના ભાવમાં દેશભરમાં તફાવત જોવા મળે છે. કેન્દ્ર સરકાર હવે ઈંધણને પણ જીએસટી હેઠળ લાવીને દેશભરમાં સમાન ભાવ લાવવાની તૈયારી કરી રહી છે.

અગાઉ નાણામંત્રી સહીતના ટોચના મંત્રીઓ રાજયોની સંમતીના અભાવે પેટ્રોલ-ડીઝલ-ઈંધણને જીએસટી હેઠળ લાવી શકતા નથી અને સુત્રોના જણાવ્યા મુજબ હવે વડાપ્રધાન કાર્યાલય દેશમાં એક સમાન ટેક્ષ માળખા હેઠળ ઈંધણ વેચાય તેની દિશામાં આગળ વધી રહ્યું છે.

જો ઈંધણને જીએસટી હેઠળ લવાય તો મહત્વ ટેક્ષ સ્લેબ 28% થઈ શકે છે જે હાલ 40-45% જેટલો છે. આમ ભાવમાં મોટો તફાવત પડી શકે પણ સૂત્રોના જણાવ્યા મુજબ જીએસટીમાં લાવી કેન્દ્ર અને રાજયોના ટેક્ષ કુલ 28% કરી બાદમાં કેન્દ્ર સેસ લાદી શકે છે અને રાજયોને તેનો વેરો ઘટાડવા બદલ જે નાણાકીય નુકશાન થાય તેનું વળતર આપવાની ફોર્મ્યુલા ઘડશે.

હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવ ઘટી રહ્યા છે અને સતત છ દિવસથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. તેમ ઉત્પાદક ‘ઓપેક’ રાષ્ટ્રો પણ હવે ઉત્પાદન કાપ ઘટાડી વધારે ઉત્પાદનથી બજારને સ્થિર કરવા સંમત થયા છે. આમ સાનુકુળ સંજોગો થતા જ હવે સરકારે ભાવ ઘટાડવાની શકયતા ચકાસવાનું શરુ કર્યુ છે.

 

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

IMG-20210723-WA0051.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!