ધારી અને સાવરકુંડલા ખાતે બાયોડીઝલના નામે બિનઅધિકૃત પદાર્થ ખરીદનાર અને સંગ્રહ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ધારી અને સાવરકુંડલા ખાતે બાયોડીઝલના નામે બિનઅધિકૃત પદાર્થ ખરીદનાર અને સંગ્રહ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Spread the love

ધારી અને સાવરકુંડલા ખાતે બાયોડીઝલના નામે બિનઅધિકૃત પદાર્થ ખરીદનાર અને સંગ્રહ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અમરેલી કલેક્ટરશ્રીએ બાયોડીઝલના નામે બિનઅધિકૃત પદાર્થ વેચનારાઓ ઉપર કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા

હલકી કક્ષાના પેટ્રોલીયમ પદાર્થોના ઉપયોગના નેટવર્કના મુળ સુધી તપાસ કરશે

અમરેલી તા. ૨૩ જુલાઇ

થોડા સમય પહેલા અમરેલી કલેક્ટરશ્રીએ જિલ્લામાં બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થના વેચાણ ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. સર્વેલન્સ દરમિયાન સાવરકુંડલા ખાતેથી રૂ. ૧૨.૫૦ લાખની કિંમતનો ૧૦ હજાર લીટરનો જથ્થો અને ધારી ખાતેથી રૂ. ૧.૩૬ લાખનો ૧૫૬૦ લીટરનો જથ્થો એમ કુલ મળી રૂ. ૧૩.૮૬ લાખની કિંમતનો ૧૧૫૬૦ લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ જથ્થાના નમુનાઓ લઇ હાઈટેક લેબમાં તપાસણી કરાવતા નમૂનાઓ ધોરણસરના ન હોવાનું અને પેટ્રોલીયમ હાઇડ્રોકાર્બનની હાજરી હોવાનું ખુલતા જથ્થો ખરીદનાર અને સંગ્રહ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આદેશ કર્યા છે.

ધારી ખાતે જથ્થો ખરીદનાર અને સંગ્રહ કરનાર મનુભાઇ ભાયાભાઇ ભીસરીયા તથા તેમને આ ગેરકાયદેસર જથ્થો પુરો પાડનાર રાજકોટના કુલદીપ વાળા અને આ ગેરકાયદેસર જથ્થાની હેરફેર કરનાર ટેન્કરના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ધારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સાવરકુંડલા ખાતે આ ગુનામાં સંડોવાયેલા પ્રકાશ પારગી, માખભાઈ લાંબરીયા અને જથ્થો પૂરો પાડનાર અને સંગ્રહ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

IMG-20210723-WA0054.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!