સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલની બહાર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી

સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલની બહાર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી
Spread the love

સુરત માં વરાછા વિસ્તારનાં યોગી ચોક ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલની બાહર પાર્ક કરેલી કારમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી જતા સ્થળ ઉપર હાજર લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા વિસ્તારમાંરહેતાભરતભાઈના ભત્રીજાના પત્નીને પ્રસૂતિની પીડા હતા સારવાર માટે વરાછાના યોગી ચોક ખાતે આવેલી સમર્પણહોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમના પરિવારના સભ્યો ગઈ કાલે રાત્રે હોસ્પિટલની બહાર કાર પાર્ક કરી ત્યાંજ રોકાયા હતા.દરમિયાન આજે વહેલી સવારે કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તેમને જાણ કરતા તેઓ તેમજ ભત્રીજો સહિતના પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા જોકે તેમની નજર સામે જ કાર ભડભડ સળગી રહી હતી ત્યારે ફાયર કન્ટ્રોલને જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને થોડી જ વારમાં આગ ઓલાવી ઘટના ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કારમા શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હશે.

રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત

IMG_20210723_162601.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!