અંબાજી નો માથાભારે બુટલેગર બીજી વાર વિદેશી દારૂ સાથે ઝડપાયો, જિલ્લા પોલીસ વડા તડીપાર કરે તેવી માંગ ઉઠી”

અંબાજી નો માથાભારે બુટલેગર બીજી વાર વિદેશી દારૂ સાથે ઝડપાયો, જિલ્લા પોલીસ વડા તડીપાર કરે તેવી માંગ ઉઠી”
Spread the love

શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર મા ઘટાડો થતાં લોકો ઘર બહાર નિકળી રહ્યાં છે અને આ સાથે સાથે બે નંબરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ ઝડપી કરોડપતિ બનવા માટે નવાનવા કાવાદાવા કરી રહ્યા છે ત્યારે આવોજ એક બનાવ 26/7/2021 ના રોજ ગબ્બર સર્કલ નજીક બનવા પામ્યો હતો અને અંબાજી પોલીસે 203 વીદેશી દારૂ ની બોટલો સાથે બાઇક ચાલક ને ઝડપી લીધો હતો અને 2 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગબ્બર સર્કલ નજીક અંબાજી પોલીસ સ્ટેશન સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ મા હતા ત્યારે ગબ્બર તરફથી નંબર પ્લેટ વગરની હોન્ડા સાઈન મોટર સાઇકલ પર ઍક વ્યક્તિ 2 કાળા કલરના થેલા લઈ જઈ રહ્યો હતો અને શંકાસ્પદ હાલતમાં જૉવા મળતાં તેના થેલા ચેક કરતા તેમાંથી 203 જેટલી છુટ્ટી બોટલો હતી જેની કુલ કિંમત 34,950 રૂપિયા,હોન્ડા સાઈન મોટર સાઇકલ ની કિંમત 30,000 અને ઓપોમોબાઇલ કિંમત 5000 મળી કુલ 69,950 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

@@આરોપીઓ@@

1. વિકાસ કુમાર ખીલેરી (બિસ્નોઈ), રહે. પુનાસા ભીનમાલ, રાજસ્થાન

2. બિપીન ઉર્ફે ટીનીયો ઠાકોર, રહે. અંબાજી આઠ નંબર

@@ 24 જૂનના રોજ પણ ટીનીયા જૉડે દારુ પકડાયો હતો@@

અંબાજી નો સૌથી માથાભારે બુટલેગર ટીનીયો ઠાકોર વીદેશી દારૂ નુ મોટુ સેટિંગ ધરાવે છે અને આઠ નંબર વિસ્તારમા મોટાપાયે વીદેશી દારૂ નું ધૂમ વેચાણ કરી રહ્યો છે 24 જૂન ના રોજ તેના પાર્લર માથી દારુ પકડાયા બાદ તેને દારુ નો ધંધો અલગ અલગ જગ્યાએ અને હોમ ડિલિવરી રૂપે શરૂ કર્યો હતો.
ત્રણ અલગ અલગ જગ્યાએ માલ મૂકી ટીનીયો વીદેશી દારૂ વેચતો હતો અને ફૉન કરી એક બીજાને પૂછતો હોય છે કે તારે કેટલી બોટલ વેચાઈ અને મારે આટલી વેચાઈ છે, રોજ અલગ અલગ કોડ આપી તેજ માણસો ને માલ આપતો હતો તેમ છતાંય પકડાઈ ગયો પોલીસ ના હાથે. ટીનીયો હાલ નવા 3 માણસો
વીદેશી દારૂ નું મોટુ નેટવર્ક ચલાવી રહ્યો છે અને અંબાજી પોલીસે આ કેસમાં તેની ચાલાકીનો પર્દાફાશ કર્યો હતો.

@@ જીલ્લા પોલીસવડા ટીનીયો(બિપીન ઠાકોર) ને તડીપાર કરે @@

અંબાજી ખાતે ટીનીયો મોટી સંખ્યામાં વિદેશી દારૂ નુ નેટવર્ક ચલાવે છે અને આબુરોડ છાપરી બોર્ડર પર થી જંગલ વિસ્તારના માર્ગે વીદેશી દારૂ લઈ તેના માણસો દ્વારા વીદેશી દારૂ વેચી અંબાજીનું નામ બદનામ કરી રહ્યા છે, જીલ્લા પોલીસવડા આ માથાભારે બુટલેગર પર તડીપાર નો હુકમ કરી અંબાજીને આવા તત્વો થી મુક્ત કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.

@@ અંબાજી પોલીસની સુંદર કામગીરી
@@

અંબાજી પોલીસ સ્ટેશન ના પીઆઈ જે બી આચાર્ય અને તેમની ટીમ દ્વારા મોટુ ઓપરેશન હાથ ધરીને ટીનીયા નુ દારુ નેટવર્ક પકડી કાયદેસરની કાર્યવાહી કરતા અંબાજી ના લોકો મા ભારે ખુશી જોવા મળી હતી. અ.હેડ કોન્સ્ટેબલ બાબુલાલ, અ.પો.કો પ્રકાશ કુમાર થતા અ.પો.કોમગશી ભાઈ દ્વારા સુંદર કામગીરી હાથ ધરાઇ હતી.

IMG-20210727-WA0019.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!