મોદી સરકારે મેડિકલ-ડેન્ટલમાં ઓબીસી રિઝર્વેશનને લઈ લીધો મોટો નિર્ણય

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મેડિકલ અને ડેન્ટલમાં ઓબીસી અને EWS રિઝર્વેશન મુદ્દે મોટો નિર્ણય લીધો છે. યુજી અને પીજી મેડિકલ-ડેન્ટલ કોર્સિસમાં (MBBS/MD/MS/Diploma/BDS/MDS) આ જ વર્ષથી એટલે કે 2021-22માં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઇબીસી રિઝર્વેશન આપવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે.
દેશમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઓલ ઇન્ડિયા ક્વોટા અતંર્ગત અંડર ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ અભ્યાસમાં ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને 27 ટકા અને ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન અપાશે. આ નિર્ણયથી મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી તથા આર્થિક રીતે નબળા(EWS)માંથી આવતા 5550 વિદ્યાર્થીઓને લાભ મળશે. દેશના પછાત અને ઓછી આવક ધરાવતા વર્ગના ઉત્થાન માટે અનામત આપવા સરકાર પ્રતિબ્ધ છે.
આ નિર્ણયથી 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. સરકારે બંને બેકવર્ડ કેટેગરી અને EWSના વિદ્યાર્થીઓને રિઝર્વેશનનો લાભ આપશે, તેમ મિનિસ્ટ્રિ ઓફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર દ્વારા જણાવાયું છે.