કોરોના સામેની જંગમાં મનસુખ માંડવિયાનો મોટો આદેશ

હવે ખાનગી હોસ્પિટલો પાસે જે પણ વેક્સિનનો જથ્થો બચશે તે જથ્થો તેમણે સરકારી હોસ્પિટલોને આપવો પડશે. વેક્સિનની અછત ન સર્જાય તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
• સરકારી હોસ્પિટલમાં રહેશે પુરતો વેક્સિનનો જથ્થો
• ખાનગી હોસ્પિટલોએ પણ સરકારી હોસ્પિટલોને વેક્સિન આપવી પડશે
• વધારાની વેક્સિન સરકારી હોસ્પિટલોને આપવા કેન્દ્રનો આદેશ
દેશભરમાં હાલ વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ ઘણા રાજ્યો એવા છે જેમની પાસે પુરતા પ્રમાણમાં વેકેસિનનો સ્લોટ નથી. પરંતુ આ મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ કહ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલો પાસે હવે જે પણ વેક્સિનનો સ્લોટ બચશે તેનો ઉપયોગ હવે સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે.
• 25 ટકા વેક્સિન ખાનગી હોસ્પિટલોને
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આંકડાઓ મુજબ ખાનગી હોસ્પિટલોમાં 7 ટકા જેટલું વેકેસિનેશન કરવામાં આવી રહ્યું છે. ગત જૂન મહિનામાં વડાપ્રધાને કહ્યું હતું કે વેક્સિનની ખરીદી અને તેના વિતરણની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારાજ કરવામાં આવશે. જે વખતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે 75 ટકા વેક્સિન સરકારી હોસ્પિટલોને અને 25 ટકા પ્રાઈવેટ હોસ્પિટલોને મળશે.
ખાનગી હોસ્પિટલોની વેક્સિનના ઉપયોગની મંજૂરી
ઘણા રાજ્યોમાં ખાનગી હોસ્પિટલો પાસે વેક્સિનનો જથ્થો સ્ટોકમાં રહેતો હતો. આ મામલે ઓડિસાના મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે વાત કરી હતી. સાથેજ તેમણે વિનંતી કરી હતી કે રાજ્ય સરકારોને ખાનગી હોસ્પિટલ પાસે જે વેક્સિન હોય છે. તે વેક્સિનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવે.
• 75ની જગ્યાએ 95 ટકા વેક્સિનની માગ
વધુંમા તેમણે એવું પણ કહ્યું હતું કે સરકારી હોસ્પિટલોને 75 ટકાની જગ્યાએ 95 ટકા વેક્સિન આપવામાં આવે. જોકે ઓડિશાના મુખ્યમંત્રી સિવાય પણ બીજેડી સાંસદ અને સંસદીય દળના નેતાઓએ પણ વેક્સિન મુદ્દે વડાપ્રધાન સાથે આ માગ કરી હતી.
• વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન
ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં વિશ્વનું સૌથી મૌટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 46.77 કરોડ લોકોને વેક્સિન મળી ચૂકી છે. જે પૈકી 36.51 કરોડ લોકોને વેક્સિનનો પહેલા ડોઝ મળી ગયો છે. જ્યારે 10.26 કરોડ લોકોને વેક્સિનનો બીજો ડોઝ મળી ગયો છે. પરંતુ હાલ દેશમાં ત્રીજી લહેરને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.