“ડભોઈ તાલુકાના સામાજિક સેવકો દ્વારા બીમાર વિવાન માટે ભંડોળ એકત્રિત કરાયું.” ૧,૩૦,૦૦૦ રૂ.નું ભંડોળ ભેગું કરાયું.
ભારત દેશના ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકા ના આણીદર ગામ ના મધ્યમ વર્ગના અશોકભાઈ ના દિકરો વિવાન ને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી રોગ થયેલો છે,
જેની સારવાર બોમ્બે ની એક હોસ્પિટલ માં થવાની છે,
જેમાં આપવામાં આવનાર ઇંજેક્શન સોળ (16) કરોડ રૂપિયા નુ છે જે વિદેશ થી લાવવું પડે તેમ છે,
આટલું મોંઘુ ઇંજેક્શન સામાન્ય માણસ ખરીદી શકે નહી માટે ભારતના તમામ માનવતાવાદી લોકો, સંગઠનો જેમાં સ્વયમ્ સૈનિક દલ પણ વિવાન ની મદદ માટે દિવસ રાત પ્રયત્નો કરે છે, તથા નામી અનામી સંતો પંથો પણ આ માનવતાવાદી કામ મા મદદરૂપ થઇ રહ્યા છે અને બીજા લોકોને પણ મદદ કરવા અપીલ કરી રહ્યા છે,
જો માનવતાવાદી કામમાં દરેક સંગઠન,સંસ્થા તેમજ દરેક નાગરિક પોતાની યથા શક્તિ મુજબ યોગદાન આપી પોતાની નૈતિક ફરજ નિભાવે અને રાષ્ટ્રીય ફલક પર આ ભારતના દિકરાને મદદ કરી આ બાળ વિવાન ની જીંદગી બચાવી શકાય તેમ છે, અને આ શક્ય છે અને તે આપણા ભારતવાસી ઓ એ અગાઉ પણ ધેર્યરાજ ના કિસ્સા માં કરી બતાવ્યુ છે,
જેના અંતર્ગત આજ રોજ વડોદરા જીલ્લા ના ડભોઇ તાલુકા ના સમાજ સેવકો આ વિવાનની મદદ કરવા સતત ચાર રવિવાર થી પોતાના કામ ધંધા,નોકરી ની રજા હોય રજા ના દિવસનો બીમાર વિવાન ને મદદરૂપ થવા રજા નો સદ ઉપયોગ કરી દર રવિવારે ભંડોળ એકત્ર કરવા રાજ્ય ઘોરી માર્ગો,ટોલ પ્લાઝા, રેલ્વે ફાટકો જેવા રસ્તા ઉપર ઉભા રહી વિવાન ના ઈલાજ માટે સતત ચાર રવિવારથી ભંડોળ ભેગુ કરાઈ રહ્યું છે.જેમાં આજસુધી ૧,૩૦,૦૦૦/- રૂ.નું ભંડોળ એકત્રિત કરાયું હતું.