કલોલના વડસર શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય અંબાલાલ ગુરૂ મહારાજ અક્ષરધામ નિવાસી થતાં હજારો હરિભક્તો શોકમગ્ન

કલોલના વડસર સ્થિત શ્રી સ્વામિનારાયણ હરિમંદિરના પૂજ્ય અંબાલાલ ગુરૂમહારાજ અક્ષરધામ નિવાસી થતા હજારો હરિભક્તો શોકમગ્ન.
કલોલ તાલુકાના વડસર સ્થિત શ્રી સ્વામીનારાયણ હરિ મંદિરના પ્રગટ ગુરૂહરી અંબાલાલ ગુરૂમહારાજ સોમવારે નાદુરસ્ત તબીયતને કારણે જૈફ વયે અક્ષરધામ નિવાસી થતા તેમના હજારો અનુયાયી હરિભક્તોમા ઘેરા શોકાની લાગણી પ્રસરી છે.
કલોલના વડસર સ્થિત શ્રી સ્વામીનારાયણ હરિમંદિરના પ્રગટ ગરૂ પૂજ્ય અંબાલાલ ગુરૂ મહારાજનુ સોમવારે સવારે અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને નિધન થયુ હતુ.બપોરે તેમને વડસર હરિમંદિર ખાતે અંતિમ દર્શન માટે લાવવામા આવ્યા હતા.મંગળવારે વડસર ગામમા તેમની અંતિમયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ છે.ત્યારબાદ તેમના વતન જાસપુર મંદિર ખાતે તેમની અંતિમવિધી કરવામા આવશે તેવુ હરિમંદિર વડસરના અગ્રણી હરિભક્ત નારણભાઈ પટેલે જણાવ્યું હતુ.વડસર ખાતે સોમવાર બપોરથી તેમના અંતિમ દર્શને અમદાવાદ, જાસપુર,વડસર,કડી,કલોલ, મેડા આદરજ,થોળ,કેલીયા વાસણા,રકનપુર સહિતના ગામે ગામથી મોટી સંખ્યામા હરિભક્તો ઉમટી પડ્યાા હતા..