હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દિપડો પાંજરે પૂરાયો , ગ્રામજનોએ લીધો રાહતોનો શ્વાસ

હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દિપડાને (leopard) પાંજરે પુરવામાં આવ્યો . છેલ્લા કેટલાક દિવસોથી ખેતરમાં કામ કરતા મજૂરો અને ખેડૂતો ને દિપડો (leopard) દેખાતા, જેથી ખેડૂતોએ અને ગ્રામજનોએ આ બાબતે વનવિભાગને રજુઆત કરી હતી. જેના પગલે દિપડાને પાંજરે પુરવામાં આવ્યો અને તેમને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિપડો (leopard) પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
માહિતી પ્રમાણે, હાલોલ તાલુકાના બાસ્કા અને પાનેલાવ ગામમાં દિપડાએ આતંક મચાવ્યો છે દીપડાએ એક કૂતરાને પણ શિકાર બનાવ્યો હતો અને છેલ્લા કેટલાક દિવસથી ખેતરમા કામ કરતા ખેડુતો ઉપર દિપડો દેખાતા ગ્રામજનોએ રજુઆત કરી હતી. જેથી વન વિભાગ દ્વારા બાસ્કા VFC કમ્પની અને પાનેલાવ ગામે પાંજરા મુકાતા આખરે દિપડો પાંજરે પુરાયા છે અને આ દિપડા ને જંગલ વિસ્તાર માં લઇ જવામાં આવ્યો છે.
છેલ્લા કેટલા સમયથી દીપડાને લઈ પરેશાન વનવિભાગ ના અધિકારીઓ ફિલ્ડીંગ ભરી રહ્યા હતાં આખરે દીપડા ને ક્લીન બોલ્ડ કરી દીપડાને પાંજરે પુરાયો હતો. અને વનવિભાગ ની કમગીરી ને ગરમજનોએ પ્રશસંસા કરી હતી.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )