ધાડ, લુંટને અંજામ આપતી એમ.પી ની ગેંગને દબોચી લેતી જામનગર LCB પોલીસ

જામનગર નજીક મોખાણા ગામ પાસે બેઠો પુલ આવેલ છે, આ બેઠા પુલ નજીક મધ્યપ્રદેશની એક ગેંગ ધાડ લુંટના ઈરાદે ત્યાં ઘાતક હથિયારો સાથે હોવાની માહિતી જામનગર પોલીસને મળતા તાત્કાલિક પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબીએ ત્યાં પહોચી જઈ અને આ ગેન્ગના કાયદાથી સંઘર્ષિત એક કિશોર સહીત 4 શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા છે.
અગાઉથી જ કોઈ પુર્વ આયોજીત કાવતરૂ રચી છરી ધોકા લોખંડના પાઇપ કુહાડી જેવા તિક્ષ્ણ ધારદાર જીવલેણ હથીયારો ધારણ કરી રોડ ઉપર પસાર થતા વાહનો ઉભા રખાવી માણસોને લુંટી લેવા માટે ધાડ પાડવાની તૈયારી સાથે એકઠા થયેલ ચાર શખ્સોની ગેંગને જીવલેણ હથીયારો મોબાઇલ ફોન રોકડ રૂપીયા બે બાઈક મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી પંચકોશી બી ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશ ના છે આરોપીઓ:
-સંતોષભાઇ ગુમાનભાઇ બધેલ ગરબડી તા. કુકશી થાના બડા જિ. ધાર,
-દિનેશભાઇ રવુભાઇ ડાવર રહેવાસી બડકછ સેડક ફળીયા તા.કુંકશી જિ. ધાર
-અનિલભાઇ કરમશીભાઇ ભુરીયા રહે. ઉનલીગામ ભીલાડ ફળીયા તા. કુકશી જિ. ધાર
-એક કાયદાથી સંધર્ષિત કિશૌર
પાચેયની પુછપરછ કરતા નીચે મુજબની લુંટ-ચોરીઓ કરેલની કબુલાત
- ગત તા.9-7-2021 ના રોજ કાલાવડ હેલીપેડ કોલોનીમા પાસે રહેતા ફરીયાદી અજભાઇ ઠાકરીયાભાઇ કનીયાની હિરી હોન્ડા ડીલકસ મો.સા નંબર- RJ-3-JS-8170 કિ.રૂ.40,000 ની ચોરી
- ગત તા.10-7-2015 ના રોજ ધ્રોલ તાલુકાના લતિપુર ગામે ફરીયાદી દિપકભાઇ નાનજીભાઇ ઝાલાવડીયા ના રહેણાક મકાનમાંથી હિરો સુપર બ્લેન્ડર મો.સા નંબર GJ-10-CR-0422 કિ.રૂ. 35,000ની ચોરી
- ગત તા.25-7-2021 ના રોજ જોડીયા તાલુકાના પીઠડ ગામે ફરીયાદી હેમરાજભાઈ મોહનભાઈ મેંદપરા ના રહેણાક મકાને રાત્રી ના છ અજાણ્યા ઇસમો લાકડી, લોખંડના કોયતા, પથ્થર, સાથે આવી ફરીયાદીના મકાન ના દરવાજા તોડી ફરીયાદીને મોઢે ડુચો દઇ મો.ફોન-1 કિ.રૂ 5000ની લુંટ ચલાવેલ
આજથી દશેક દિવસ પહેલા મોરબી જીલ્લાના આમરણથી ખાનપરગામ જતા રોડ ઉપર સમયે મોટર ચાલકને રોકી, મોટરસાયકલ, મોબાઇલ ફોન, રેઇન કોટની લૂંટ ચલાવેલની કબુલાત કરેલ છે.