મુડેટીની સરકાર માન્ય પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારની દુકાને અન્નોત્સવ કાયૅક્રમ યોજાયો

ઇડર તાલુકાના મુડેટી ગામની સરકાર માન્ય પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારની દુકાને તા ૩/૮/૨૦૨૧ ના રોજ મુડેટી ગામના સરપંચ શ્રી મીનાબેન પટેલ અને મુડેટી શાળા નં.૧ના મુખ્ય શીક્ષક કપીલાબેન પટેલ અને મુંડેટી ગામના ઉપ સરપંચ શ્રી દીનેશ ચન્દ્ર દેસાઇની હાજરીમાં અન્નોત્સવ કાયૅક્રમ નિમિત્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરવામાં આવ્યું હતુ અને બાયસેગ ઉપર લાઈવ કાર્યક્રમ બતાવવામાં આવ્યો. આ કાયૅક્રમનુ આયોજન મુડેટી પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક એમ. કે. ભાભી ધ્વારા કરવામાં આવ્યું હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)