ડભોઇમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો કાર્યક્રમ નગરમાં ત્રણ સ્થળોએ યોજાયો

ડભોઇમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો કાર્યક્રમ નગરમાં ત્રણ સ્થળોએ યોજાયો
Spread the love

સેવાસેતુ ના બીજા દિવસે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજ વિતરણ તેમજ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ કર્યો હતો. ડભોઇ માં શિનોર ચોકડી પાસે આવેલ લેઉવા પટેલ વાડી, સત્તર ગામ પટેલ સમાજ વાડી તેમજ ઝારોલા ની વાડી ખાતે આ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરીબો ને અનાજ નું વિતરણ કરાયું હતું.પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબો ને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી ગરીબ તેમજ મધ્યમ વર્ગ ને આર્થિક મુશ્કેલી પડી રહી છે.ધંધા રોજગાર માં હાલ મંદીનો માહોલ છે તેવામાં ઘર ચલાવવા માં ગરીબ તેમજ મધ્યમ વર્ગ ને ખૂબ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.જે ધ્યાન માં રાખતા સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.અને આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ કોઈ પણ નાગરિક અન્ન વગર ના રહી જાય તે અંતર્ગત આ કાર્યક્રમ રાખવમાં આવ્યો હતો.ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યકાળ ને પાંચ વર્ષ પુરા થતા 9 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.

જે પૈકી આજરોજ વિના મૂલ્યે અનાજ વિતરણ અને લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સરકાર દ્વારા મેં મહિના થી લઇ નવેમ્બર મહિના સુધી આ યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે જેથી ગામ નો છેવાડા નો નાગરિક પણ આ યોજના થી વંચિત ના રહી જાય.અને આગમી દિવસો માં પણ સૌને અન્ન સૌને પોષણ યોજના નો લાભ દરેક ને મળતો રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અશોકભાઈ પટેલ, ડભોઇ દર્ભાવતી ના ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા, ડભોઇના એસ.ડીએ.મ શિવાની ગોયલ વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), ડભોઇ ભાજપ શહેર પ્રમુખ ડો. સંદીપ શાહ,ભાજપા પ્રાદેશિક કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, વડોદરા જીલ્લા મહામંત્રી ડો.બી.જે બ્રહ્મભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, ડભોઇ મહામંત્રી અમીત સોલંકી, વંદન પંડ્યા, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન સમજા ભાઈ દુલાણી, કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ તેમજ વિવિધ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અને ડભોઈ નગર સેવકો આ સેવાભાવી કાર્યમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)

IMG-20210803-WA0025.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!