કડીના રાજીવનગરમાં કોરોના વેકસીન કેમ્પ યોજાયો
- સ્લમ વિસ્તારમાં યોજાયેલ રસીકરણમાં 200 લોકોએ લાભ લીધો
- રસીકરણને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રસીનો સ્ટોક ખૂટી પડ્યો
કડીના રાજીવનગરમાં નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.રસીકરણ કેમ્પમાં રસી લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રસીના ફક્ત 200 ડોઝ જ આવતા બાકીના લોકોને રસી લીધા પરત ફરવું પડ્યું હતું. કડીના સ્લમ વિસ્તાર ગણાતા રાજીવ નગરમાં મંગળવારના રોજ રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં લોકોની જાગૃતિને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.રસીકરણમાં 200 ડોઝ આવતા કેટલાક લોકોને રસી લીધા વિના વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું.રસીકરણ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.