અંબાજી ખાતે ઓવરસ્પીડ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ની માંગ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો ઘર બહાર નિકળી રહ્યાં છે અને દેવદર્શન સાથે હરવા ફરવા પણ જઈ રહ્યા છે ત્યારે અમુક માથાભારે તત્ત્વો દ્વારા વાહન ઓવરસ્પીડથી ચલાવવામાં આવે છે જે ગંભીર બાબત છે અને કયારેક આવી ઓવરસ્પીડ થી અક્સ્માત પણ સર્જાઈ શકે છેઆવોજ ઍક ગંભીર બનાવ અંબાજી ખાતે બન્યો હતો જેમાં એક નિર્દોષ વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું અને એક મહિલા ઘાયલ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી રામમંદીર નજીક બુધવારે સાંજે 7 વાગેના સુમારે અંબાજી થી આબુરોડ તરફ એક ટ્રક જઇ રહ્યુ હતુ ત્યારે ટ્રક ડ્રાઈવરે ગલફતભરી હંકારી રામ મંદિર નજીક એક સ્વીફ્ટ કાર અને બાઇકને અડફેટે લીધા બાદ બીજા બાઇક ને અડફેટે લઈ સિંગચણા ની લારી ઉડાડી રોડ વચ્ચે ડીવાયડર તોડી બીજા રોડ પર ઘૂસી ગયું હતું જેમાં ટ્રક ના ટાયર નીચે બાઇક ચાલક આવી જતા તેનુ કમકમાટી ભર્યુ મોત થયુ હતુંઅને બાઇક પાછળ બેસેલી મહિલા ઘાયલ થઈ હતી, અંબાજીમા આજે સાંજે બનેલી ઘટનાથી અંબાજી વાસીઓ મા ડર જોવા મળ્યો હતો અને લોકો ટ્રક ચાલક પર ફિટકાર વરસાવી રહ્યા હતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.
અંબાજી ખાતે ઓવર સ્પીડ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
અંબાજી પોલીસ તરફથી કે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજી તરફના ત્રણ દ્વાર મયુર દ્વાર, સિંહ દ્વાર અને ગજ દ્વાર ખાતે ચેકીંગ પોઇન્ટ બનાવવામાં આવે અને દરેક ગાડીઓના નંબર નોંધવામાં આવે અને અહી આખો દિવસ વાહન ચાલકોને હિન્દી અને ગુજરાતીમા સંભળાય તે માટે સૂચન કરવામાં આવે કે અંબાજી ધામ આવી ગયું છે કૃપયા તમારા વાહનની સ્પીડ લિમિટ મા રાખો અને યાત્રીકોને પણ જણાવવામાં આવેકે અંબાજી મંદિર જવાના આ ગેટ ખુલ્લા છે.
અંબાજી બાયપાસ માર્ગ ન હોવાથી હેવી વાહનો પણ મંદીર આગળ અને ગામમાથી પસાર થાય ત્યારે અહિ પણ પોલીસ દ્વારા આવા વાહન ચાલકો ને સુચન આપવામાં આવે તો અક્સ્માત થઈ શકશે નહી.
દાંતા રોડ પર અને અંબાજી ગામ ખાતે ઓવરસ્પીડ વાહન ચાલકોનો ત્રાસ
અંબાજીના બજારોમા છેલ્લા ઘણા સમયથી ઓવર સ્પીડ વાહન ચાલકો નો ભારે ત્રાસ વધવા પામ્યો છે અને પોલીસ આવા વાહન ચાલકોના વાહન જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. અમુક બાઇક ચાલકો અને કેટલાક ફોર વિલ્હર ચાલકો ઓવરસ્પીડ થી વાહન હંકારી રહ્યા છે આવા વાહન ચાલકો સામે અંબાજી પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
દાંતા માર્ગ પર રોજ સાંજે અને રાત્રી ના સમયે કેટલાક માથાભારે બાઇક ચાલકો અને સ્કૂટર ચાલકોનો ત્રાસ વધવા પામ્યો છે અહી રાત્રીના સમયે સ્પીડ ના કારણે અક્સ્માત થવાની સંભાવના જોવાઇ રહી છે, અહિ રાત્રે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આવા વાહન ચાલકો ના વાહન જપ્ત કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય.
ટ્રક ચાલક અક્સ્માત સર્જી ભાગી ગયો
અંબાજી ખાતે આજે સાંજે ટ્રક ચાલક સુરેશ ભાઇ જોષી ની સ્વીફ્ટ કાર ને ટક્કર મારી અને અન્ય બાઇક ને ટક્કર મારી હતી ત્યારબાદ બાઇક પર જઇ રહેલા શ્રવણભાઈ લાધાભાઇ ગમાર , ઉંમર 30, ગામ ગનેર (પોશીના) વાળાનું ઘટનાસ્થળે મોત થયું હતું, જયારે બાઇક પાછળ બેસેલ જેનકીબેન ગમારને ઇજા થઇ હતી જ્યારે સીંગચણા ની લારી ચલાવતા કિશનભાઈ પ્રજાપતી નો આબાદ બચાવ થયો હતો.