ડભોઇ વેગા ચોકડી થી વડોદરા ગ્રામ્ય LCB એ બાઇક ચોરો ને ઝડપી પાડ્યા

ડભોઇ વેગા ચોકડી થી વડોદરા ગ્રામ્ય LCB એ બાઇક ચોરો ને ઝડપી પાડ્યા
Spread the love

ડભોઇ ખાતે વેગા ચોકડી પાસે થી વડોદરા ગ્રામ્ય LCB દ્વારા એમ.પી ના બાઇક ચોરો ને ઝડપી પાડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ એલ.સી.બી. ટીમને બાતમીદારથી ચોકકસ બાતમી મળેલ કે, બે ઇસમો શંકાસ્પદ ચોરીની સી.બી.હોર્નેટ બાઇક નં GJ-06-KS-4474 ની લઇને છોટાઉદેપુર તરફથી આવી વડોદરા તરફ વેચવા માટે જવાના છે. જે બાતમી ના આધારે એલ.સી.બી. ટીમ ઉપરોકત બાતમીવાળી બાઇક ની વોચ મા હતા દરમ્યાન ઉપરોકત બાતમી વાળી બાઇક આવતા તેને અટક કરી તેઓના નામ ઠામપુછતા
(૧) રાકેશભાઇ જુવાનસીંગ વસુનીયા હાલ રહે. દુધાળા શાાંતીભાઇ ઉફેમુન્નાભાઇ વાવડીયાના ખેતરમા તા-
પાલીતાણા જી-ભાવનગર મુળ રહે, બૈડા, આમલી ફળીયા, તા- જોબટ, જી-અલીરાજપુર (એમ.પી.)
(૨) રાજશે જુવાનસીંગ પચાયા ઉ.વ.૨૧ રહે, ઘુસબયડા, આકલીયા ફળીયા, તા-જી- અલીરાજપુર (એમ.પી.)
ના હોવાનું જણાવેલ છે.
જેથી સદર ઇસમોને તેઓની પાસેની સી.બી.હોર્નેટ મો.સા. નં GJ-06-KS-4474
સાથે પકડી પાડેલ હતા જે મો.સા.ના રજી. કાગળો કેબીલ આધાર પુરાવા માાંગતા પકડાયેલ ઇસમો ગલ્લા
તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ અને કોઇ સાંતોષકારક જવાબ આપેલ નહિ જેથી એલ.સી.બી. ટીમ ધ્વારા
ઇ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલથી સદર મો.સા.ના નાંબર ના આધારે વાહન માલીકની તપાસ કરતા વાહન
માલીક ડભોઇ તાલુકાના મંડાળા ગામના હરીકૃષ્ણકુમાર અશોકભાઇ પટેલની હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી સદર પકડાયેલ ઇસમોને તેઓની પાસેની મો.સા.બાબતે
પુછપરછ કરતા પકડાયેલ આરોપીઓએ ત્રણેક મહિના પહેલા ડભોઇ બાજુ આવેલ રાત્રીના ડભોઇથી કરજણ જતા રોડ ઉપરના એક ગામમાાંથી ઉપરોકત મોટરસાયકલની ચોરી કરેલ હોવાવની હકીકત જણાવેલ. જેથી
સદર પકડાયેલ ઇસમો વાહનચોર અને રીઢા હોવાનું જણાયી આવ્યું હતું. જેથી તેઓને વધુ વિશ્વાસમા લઇ યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા આ સિવાય અન્ય ચોરી તેમજ અન્ય મોટરસાયકલો બાબતે પુછપરછ કરતા પકડાયેલ
ઇસમોએ તેમના મિત્રો સાથે મળીને વાધોડીયા, અંકલેશ્વર, ગોધરા તેમજ ઇન્દોર (એમ.પી.) ખાતેથી અલગ
અલગ જગ્યાએથી મો.સા.ની ચોરી કરી લાવેલ અને આ મોટરસાયકલ તેઓએ ઢાલનગર કેનાલ ઉપર
ઝાડી-ઝાખરોઓમાાં અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલ છે અને આ મો.સા. તેઓે થોડો સમય સંતાડી
રાખીને વેચાણ કરી દેછે ,જેથી પકડાયેલ બન્ને ઇસમોને સાથે રાખી ઢાલનગર કેનાલ ઉપર જઇ ખાત્રી તપાસ કરતા કેનાલ ઉપરથી અલગ-અલગ જગ્યાએથી ઉપરોકત મો.સા. સિવાય અન્ય ચાર મો.સા પણ મળી આવેલ હતી.આમ, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય, ધ્વારા મધ્યપ્રદેશ રાજ્ય ની આરોપી ગેંગ ધ્વારા
વડોદરા ગ્રામ્ય જીલ્લા ડભોઇ, કરજણ, શિનોર તેમજ વાઘોડીયા પોલીસ સ્ટે ના વિસ્તાર માં તેમજ ભરૂચ
જીલ્લા, પંચમહાલ-ગોધરા જીલ્લો તેમજ ઇન્દોર (એમ.પી.) ખાતેથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી કુલ ૧૦ જેટલા મોટરસાયકલ ચોરી ગુનાઓ નો પર્દાફાશ કરી આ કામે ૦પ મોટરસાયકલ કી.રૂ.૨,૩૫,૦૦૦/- નો
મુદ્દામાલ કબ્જે કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી માટે ડભોઇ પોલીસ સ્ટેશન ને સુપ્રત કરેલ છે અને આ કામે પકડાયેલ આરોપીઓ ધ્વારા અન્ય વાહન ચોરી ના ગુના અથવા બીજા મિલકત સંબંધી ગુનાઓ ને અંજામ આપેલ છે કેકેમ ? તે દિશા માં તજવીજ હાથ ધરવામાાંઆવેલ છે.

 

રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210805-WA0034.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!