દશામાં ના વ્રત નો તહેવાર શરૂ થતાં ડભોઇ ની બજાર માં દશા માં ની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ

દશામાં ના વ્રતનો તહેવાર શરૂ થતાં ડભોઇ ની બજાર માં દશા માં ની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ
આવતી કાલ થી દશામાં ના વ્રત શરૂ થઈ રહ્યા છે જે નિમિતે આજ રોજ ડભોઇ ના બજારો માં આસપાસ ના ગામ લોકો ની ખરીદી કરવા ભારે ભીડ જોવા મળી હતી.વહેલી સવાર થી જ લોકો દશા માં ની મૂર્તિ ખરીદી કરતા જોવા મળ્યા હતા. દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે .પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , ભક્તો શ્રદ્ધાપૂર્વક આરતી કરી દશામાની કથા સાંભળે છે.
દશા માં ના વ્રત દરમિયાન દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી ભાવિકભક્તો માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરે છે અને દસમે દિવસે એ સાંઢણીને નદી કે તળાવ માં પધરાવી વિસર્જન કરે છે.દશા માં ના તહેવાર અગાઉ ડભોઇ નગર માં વેપારીઓ ઠેર ઠેર દશા માં ની મૂર્તિ ઓ નું વેચાણ કરતા જોવા મળે છે.જ્યાં ડભોઇ તથા આસપાસ ના ગામ ના લોકો મૂર્તિઓ ની ખરીદી કરવા આવતા હોવાથી બજાર માં રોનક રહે છે અને ગ્રામજનો ડભોઇ માં ખરીદી કરવા આવતા હોવાથી વેપાર ધંધા ઓ ને વેગ મળે છે.આજરોજ દશામાં ની મૂર્તિઓ ખરીદવા બજાર માં ભારે ભીડ જોવા મળી હતી અને ઘણા સમય બાદ બજાર માં ઘરાકી નીકળતા વેપારીઓ માં ખુશી ની લહેર જોવા મળી હતી.
રિપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ..