ખાંભા તાલુકા હોમગાર્ડઝ યુનિટ, જી.અમરેલી ખાતે “ત્રિવિધ કાર્યક્રમ” આયોજન કરાયું.

લીલીયા મોટા : ખાંભા તાલુકા હોમગાર્ડઝ યુનિટ, જી.અમરેલી ખાતે
“ત્રિવિધ કાર્યક્રમ” આયોજન કરાયું.
માન.શ્રી જે.વી.કાકડિયા, ધારાસભ્યશ્રી તથા શ્રી અશોક જોષી, જીલ્લા કમાન્ડન્ટ શ્રી, તથા શ્રી કાળુભાઈ ફિંડોલિયા – ચેરમેનશ્રી, સિંચાઇ સમિતિ,જી. પં.અમરેલી
ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
તાલુકા હોમ ગાર્ડ યુનિટ ખાતે સેવા વયનિવૃત્ત થનાર હોમ ગાર્ડ અધિકારીશ્રી ઠુમ્મર તથા શ્રી રાઠોડ અને જવાનોને મહાનુભાવોના વરદ હસ્તે શાલ,પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા. યુનિટ ના હોમ ગાર્ડ જવાનો ની કોરોના કાળ દરમિયાન ની સેવા અને કામગીરી ની નોંધ લઈ “કોરોના યોદ્ધા” તરીકે જવાનો ને મહાનુભાવો ના વરદ હસ્તે સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા.આ તકે “વન મહોત્સવ_૨૦૨૧” અંતર્ગત ૫ક્ષીઓના વસવાટ માટે ઉતમ હોય તેવા વૃક્ષો જેવા કે ઉમરો, વડ વિગેરેની ૫સંદગી કરી રમણિય વાતાવરણ ઉભુ થાય તે માટે ખાંભા સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારો૫ણ કરવામાં આવેલ. તેમજ કરવામાં આવેલ વૃક્ષારો૫ણની યોગ્ય રીતે દર વર્ષે નિયમિત જાળવણી થાય તે માટે સંકલ્પ લેવામાં આવેલ.પ્રાત સ્મરણીય સંતશ્રી દેવવલ્લભ સ્વામી, તથા શ્રી અરવિંદભાઈ ચાવડા, જીલ્લા પંચાયત સદસ્ય(પ્રતિનિધિ),શ્રી આનંદ ભટ્ટ,પૂર્વ પ્રમુખ યુવા ભાજપ,અમરેલી તથા શ્રી હમીરભાઇ,પૂર્વ સરપંચશ્રી ખાંભા ગ્રામ પંચાયત તથા શ્રી ધ્રુવ જોષી, મંત્રી, યુવા ભાજપ,અમરેલી તથા સરપંચશ્રી બોરાલા,ભાડેર તથા શ્રી બિચ્છુભાઈ (ધારી) તથા શ્રી બાબુભાઈ વાળા (ધારી),શ્રી બાવભાઈ ભમ્મર,સદસ્ય,તા. પ. ખાંભા તથા અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાનોના કાર્ય ની પ્રસંશા કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જવાનોએ જહેમત ઉઠાવેલ.આ કાર્યક્રમનું સંચાલન શ્રી રાજુભાઇ હરિયાણી (એડવોકેટ)દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા